Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સતત પડી રહેલા વરસાદના કારણે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા તીર્થસ્થાન ચાંદોદ - કરનાળી માં વિકટ પરિસ્થિતિ

અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ  નર્મદા ડેમમાંથી ૧૪ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહયું છે. જેના પરિણામે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં. ગત મોડી રાત્રે ચાંદોદ પંથકમાં લોકોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જે પાણી વહેલી સવારે બે માળ...
સતત પડી રહેલા વરસાદના કારણે  નર્મદા ડેમમાંથી પાણી છોડાતા તીર્થસ્થાન ચાંદોદ   કરનાળી માં વિકટ પરિસ્થિતિ
Advertisement
અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ 
નર્મદા ડેમમાંથી ૧૪ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહયું છે. જેના પરિણામે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં. ગત મોડી રાત્રે ચાંદોદ પંથકમાં લોકોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જે પાણી વહેલી સવારે બે માળ સુધી પાણી ભરાઈ ગયા હતા .
જેથી સ્થાનિક રહીશો ચિંતાતુર બન્યા છે. નર્મદાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામોમાં પાણી ઘૂસી ગયા અને નર્મદા ગાંડીતૂર બની છે.. નર્મદાના પાણી ગામમાં પ્રવેશી જતા ચાંદોદના રહીશોમાં લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે  .એટલું જ નહીં પરંતુ આ પાણી ભરાઈ જવાના કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન પણ થવા પામ્યું છે.
ચાંદોદ કરનાળી ખાતે પાણી ભરાઈ જવાના કારણે વહીવટી તંત્રએ પાંચ થી છ પરિવારજનો રેસ્ક્યુ કર્યા હતા.વિકટ પરિસ્થિતિમાં જે પરિવારો છે તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ હજુ વિકટ પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે વિસ્તારમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ આરંભી દેવાઇ છે.
નર્મદા મૈયાના પાણી સમગ્ર ગામમાં પ્રવેશી જતા વહેલી સવારથી જ વાહન વ્યવહાર ખોવાઈ ગયો હતો અને વાહનોની જગ્યાએ નગરમાં નાવડિયો ફરતી થઈ હતી. આવી વિકટ પરિસ્થિતિ 1994માં અને 2013માં સર્જાઈ હતી કે સમગ્ર ચાંદોદ અને કરનાળી પંથકમાં વાહનોની જગ્યાએ ના નાવડીઓ ફરતી હતી તેવી પરિસ્થિતિનું ફરી પુનરાવર્તન 2023 માં જોવા મળ્યું હતું.
ધરોમાં 10-10 ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે.  લોકોનેઘરવખરી અને અન્ય સામાનનું લાખો રૂપિયાનું નુકસાન થયું છે.  દુકાનોમાં પણ લાખો રૂપિયાનો નુકસાન થવા પામ્યું છે
Tags :
Advertisement

.

×