Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ENTERTAINMENT: સની દેઓલ પર છેતરપિંડીનો આરોપ,નિર્માતાને લગાવ્યો કરોડોનો ચૂનો

ENTERTAINMENT: બોલિવૂડ (ENTERTAINMENT)અભિનેતા સની દેઓલને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 'ગદર 2'ની જબરદસ્ત સફળતા બાદ સની દેઓલ ફરી એકવાર મેકર્સની પસંદ બન્યા હતા. સની દેઓલ ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે અને દર્શકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ...
entertainment  સની દેઓલ પર છેતરપિંડીનો આરોપ નિર્માતાને લગાવ્યો કરોડોનો ચૂનો
Advertisement

ENTERTAINMENT: બોલિવૂડ (ENTERTAINMENT)અભિનેતા સની દેઓલને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 'ગદર 2'ની જબરદસ્ત સફળતા બાદ સની દેઓલ ફરી એકવાર મેકર્સની પસંદ બન્યા હતા. સની દેઓલ ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે અને દર્શકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેતાની ફિલ્મો સાથે જોડાયેલી માહિતી પર ચાહકો તેમની નજર રાખે છે પરંતુ આ દરમિયાન ફરી એકવાર સની દેઓલનું નામ ચર્ચામાં છે. જો કે આ વખતે તે પોતાની ફિલ્મોને કારણે નહીં પરંતુ નિર્માતા સાથે છેતરપિંડી કરવાને કારણે ચર્ચામાં છે

Advertisement

સની દેઓલ પર છેતરપિંડીનો આરોપ

હકીકતમાં હાલમાં જ નિર્માતા સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી અને કૌભાંડનો આરોપ લગાવ્યો છે. નિર્માતાનો આરોપ છે કે અભિનેતાએ તેની પાસેથી એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લીધા હતા પરંતુ જ્યારે ફિલ્મ કરવાનો સમય આવ્યો ત્યારે તેમણે કામ કર્યું ન હતું. ગયા અઠવાડિયે સૌરવ ગુપ્તાએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે 2016માં તેમણે સની દેઓલ સાથે એક ફિલ્મ માટે ડીલ કરી હતી. પરંતુ ગદર 2 હિટ થયા બાદ તેઓ તેમના શબ્દો પર પાછા ફર્યા ન હતા. તમને જણાવી દઈએ કે,નિર્માતાએ સની દેઓલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં એગ્રીમેન્ટ પેપરમાં અચાનક ફેરફાર કરીને ફીની રકમ 4 થી વધારીને 8 કરોડ રૂપિયા કરવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement

.

સનીએ 1 કરોડ રૂપિયા એડવાન્સમાં લીધા

ગુપ્તાએ તે સમયને યાદ કર્યો અને કહ્યું કે તેમણે 2016માં દેઓલ સાથે કરાર કર્યો હતો. તેના કહેવા પ્રમાણે તેમને ફિલ્મમાં કામ કરવાનું હતું જેના માટે તેને 4 કરોડ રૂપિયા મળવાના હતા. ગુપ્તાની વાત માનીએ તો તેમણે આ ફિલ્મ માટે સનીને એક કરોડ રૂપિયા એડવાન્સમાં આપ્યા હતા. પરંતુ સનીએ પોતાની ફિલ્મ પહેલા પોસ્ટર બોયઝ ફિલ્મ કરવાનું નક્કી કર્યું.  નિર્માતાનું એમ પણ કહેવું છે કે સની તેમની પાસેથી પૈસા માંગતો રહ્યો અને અત્યાર સુધી તેમણે અભિનેતાને 2.55 કરોડ રૂપિયા આપ્યા છે. આ સિવાય સની દેઓલે તેને અન્ય ડિરેક્ટરોને પૈસા આપવા, ફિલ્મિસ્તાન સ્ટુડિયો બુક કરવા અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરને હાયર કરવા પણ કહ્યું હતું. પરંતુ વર્ષ 2023માં સૌરવ ગુપ્તાને ખબર પડી કે દેઓલ કંપનીએ તેની સાથે છેતરપિંડી કરી છે.

આ પણ  વાંચો - House of Ali Event માં સની લિયોનીએ મણિપુરની પ્રખ્યાત પોશાક પહેરી દિલના ધબકારા વધાર્યા

આ પણ  વાંચો - યુવતીએ Rental Girlfriend બનવા માટેની ઈચ્છા કરી જાહેર, પોસ્ટ પર Price List કરી શેર

આ પણ  વાંચો - Bollywood : આલિયાએ વર્કીંગ મધરને આપી આ ટીપ્સ…!

Tags :
Advertisement

.

×