Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shraddha Kapoor: કોણ છે રાહુલ મોદી,કોને ડેટ કરી રહી છે શ્રદ્ધા કપૂર

Shraddha Kapoor: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે (Shraddha Kapoor)એક પોસ્ટથી તેના ફેન્સ અને ફોલોઅર્સમાં હલચલ મચાવી દીધી છે. અભિનેત્રીએ હાલમાં જ એક પોસ્ટ શેર કરી છે, જેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેણે કન્ફર્મ કર્યું છે કે તે રાહુલ મોદીને...
shraddha kapoor  કોણ છે રાહુલ મોદી કોને ડેટ કરી રહી છે શ્રદ્ધા કપૂર
Advertisement

Shraddha Kapoor: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે (Shraddha Kapoor)એક પોસ્ટથી તેના ફેન્સ અને ફોલોઅર્સમાં હલચલ મચાવી દીધી છે. અભિનેત્રીએ હાલમાં જ એક પોસ્ટ શેર કરી છે, જેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેણે કન્ફર્મ કર્યું છે કે તે રાહુલ મોદીને ડેટ કરી રહી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાહુલ મોદી (Rahul ModI)સાથેની એક તસવીર શેર કરી, જેની સાથે તેણે ખુલાસો કર્યો કે તે તેને ડેટ કરી રહી છે. તેમના સંબંધોની પુષ્ટિ કરતા તેણે લખ્યું, "દિલ રખ લે, નેંદ તો વાપસી દે યાર. શ્રદ્ધાની આ પોસ્ટ પર ઘણા યુઝર્સ અને સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે. જ્યાં શ્રદ્ધાના કેટલાક ચાહકો તેને આ સંબંધ માટે અભિનંદન આપી રહ્યા છે, તો કેટલાક તે જાણવા માટે ઉત્સુક છે કે રાહુલ મોદી કોણ છે, જેના પ્રેમ માટે અભિનેત્રીની ઊંઘ પણ ઉડી ગઈ છે.

કોણ છે રાહુલ મોદી?

તો ચાલો તમને જણાવીએ કે શ્રદ્ધા કપૂરનો બોયફ્રેન્ડ રાહુલ મોદી કોણ છે. રાહુલ મોદી બોલિવૂડના જાણીતા લેખક અને સહાયક નિર્દેશક છે. 2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર'માં શ્રદ્ધાએ રાહુલ મોદી સાથે કામ કર્યું હતું. આ સિવાય રાહુલે 'પ્યાર કા પંચનામા 2' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મળતી માહિતી અનુસાર તુ જૂઠી મેં મક્કર દરમિયાન શ્રદ્ધા અને રાહુલ નજીક આવ્યા હતા અને સાથે કામ કરતા તેમના બોન્ડ વધુ મજબૂત થયા હતા.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Advertisement

રાહુલ મોદીનું અંગત જીવન

રાહુલ મોદીની વાત કરીએ તો તેમનો જન્મ 7 ઓક્ટોબર 1990ના રોજ મુંબઈમાં થયો હતો. તે પ્રમાણે જોઈએ તો શ્રદ્ધા રાહુલ કરતા 3 વર્ષ મોટી છે. રાહુલ 34 વર્ષનો છે, જ્યારે શ્રદ્ધા 37 વર્ષની છે. રાહુલે વ્હિસલિંગ વુડી ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કર્યો છે અને તેના પિતા અમોદ મોદી મોટા બિઝનેસમેન છે. સોશિયલ મીડિયા પર લગભગ 15 હજાર લોકો રાહુલ મોદીને ફોલો કરે છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તેમની માત્ર એક જ પોસ્ટ છે.

કાર્તિક આર્યન કનેક્શન શું છે?

ખાસ વાત એ છે કે બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન સાથે પણ રાહુલ મોદીનું ગાઢ જોડાણ છે. વાસ્તવમાં રાહુલે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં કાર્તિક આર્યન લીડ રોલમાં હતો. રાહુલ 2011માં રિલીઝ થયેલી કાર્તિક સ્ટારર ફિલ્મ પ્યાર કા પંચનામાના સેટ પર ઈન્ટર્ન હતો. તેણે લવ રંજનની પ્યાર કા પંચનામા 2 અને સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી ફિલ્મોમાં લેખક અને સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું અને ત્રણેયમાં કાર્તિક મુખ્ય ભૂમિકામાં દેખાયા. લવ રંજન સાથે રાહુલે તુ જૂતી મેં મક્કરમાં સહ-લેખક તરીકે પણ કામ કર્યું હતું. રાહુલે આકાશવાણી જેવા પ્રોજેક્ટમાં કો-ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

આ પણ  વાંચો - Maharaja : હાઇકોર્ટમાં સુનાવણી, વકીલે કહ્યું- અરજદાર ફિલ્મ જોયા વગર જ કોર્ટમાં આવ્યા..!

આ પણ  વાંચો - Avika Gor And Bodyguard: અભિનેત્રીના બોર્ડીગાર્ડે જ સરાજાહેર શારીરિક રીતે કર્યું યૌન શોષણ

આ પણ  વાંચો - ફેમસ સિંગર Alka Yagnik ઝઝુમી રહી છે…..!

Tags :
Advertisement

.

×