આખરે સામે આવ્યુ તથ્યનું તથ્ય, બેકાબુ સ્પીડથી હંકારી રહ્યો હતો કાર
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે.. 10-10 લોકોની જિંદગીનો ભોગ લેનાર આ ઘટનામાં તથ્યની ગાડી કેટલી સ્પીડમાં દોડી રહી હતી તેની હકીકત સામે આવી ચૂકી છે. જી હા ગાડીનો સ્પીડ રિપોર્ટ સામે આવી ચૂક્યો છે. તથ્યની જેગુઆર કાર 14.2.5 કિમી પ્રતિકલાક ની ઝડપે દોડી રહી હતી.. મહત્વપૂર્ણ છે કે તથ્યએ કારની સ્પીડ બાબતે પણ જુઠ્ઠાણુ ચલાવ્યુ હતું.. ક્યારેક તે 100 કિમીની સ્પીડની વાત કરતો હતો તો ક્યારેક 120 કિલોમીટરની સ્પીડની વાત કરતો હતો.. પણ આખરે તેનું જુઠ્ઠાણુ પકડાઇ ગયુ છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોટો સવાલ જ તથ્યની જેગુઆર કારની સ્પીડને લઇને ઉઠ્યો હતો.. અકસ્માતનો મોબાઇલમાં ઉતરેલો જે વીડિયો સામે આવ્યો હતો તેમાંજ કારની બેકાબુ સ્પીડ જોઇ શકાતી હતી.. જો કે તથ્યએ સ્પીડને લઇને અલગ-અલગ જવાબ જ આપ્યા હતા. ત્યારે સામે આવેલા સ્પીડ રિપોર્ટે બધી પોલ ખોલી નાંખી છે.


