Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OMG 2'ને લઇને ટવીટ કરવું ગદર-2ના નિર્દેશક અનિલ શર્માને પડ્યુ ભારે, આખરે માંગી માફી

હાલના દિવસોમાં બોક્સ ઓફિસ પર બોલિવૂડના બે દિગ્ગજ કલાકારો સની દેઓલ અને અક્ષય કુમારની ફિલ્મો ધુમ મચાવી રહી છે. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી બંને ફિલ્મો 'ગદર 2' અને 'OMG 2' દર્શકોનું ઘણું મનોરંજન કરી રહી છે. આ સાથે સની દેઓલ...
omg 2 ને લઇને ટવીટ કરવું ગદર 2ના નિર્દેશક અનિલ શર્માને પડ્યુ ભારે  આખરે માંગી માફી
Advertisement

હાલના દિવસોમાં બોક્સ ઓફિસ પર બોલિવૂડના બે દિગ્ગજ કલાકારો સની દેઓલ અને અક્ષય કુમારની ફિલ્મો ધુમ મચાવી રહી છે. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી બંને ફિલ્મો 'ગદર 2' અને 'OMG 2' દર્શકોનું ઘણું મનોરંજન કરી રહી છે. આ સાથે સની દેઓલ અને અમીષા પટેલની આઇકોનિક જોડી બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી રહી છે. તેમની ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 283.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ટૂંક સમયમાં 300 કરોડ ક્લબમાં સામેલ થવા જઈ રહી છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માને તેમના ટ્વીટના કારણે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જી હા, ડિરેક્ટરનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં તે અભિનેતા અક્ષય કુમારને તેમની ફિલ્મ 'OMG 2' માટે અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. સાથે જ ડિરેક્ટરે આગળ લખ્યું, 'તમારી ફિલ્મ 'OMG 2' ના કારણે 'ગદર 2' અનેક નવા રેકોર્ડ્સ પોતાને નામ કરવાથી વંચિત રહી ગઇ. . સારું, તે ગમે તે હોય, તમને અભિનંદન.

Advertisement

તેમનું ટ્વિટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેમને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "તમે તો એવું વર્તાવી રહ્યા છો જાણે તમે કોઇ માસ્ટરપીસ બનાવી હોય " જ્યારે બીજા યુઝરે લખ્યું, "જો OMG 2 ને 'A' રેટિંગ ન મળ્યું હોત, તો તેની ખરેખર ગદર 2 પર અસર થઈ હોત." બીજાએ લખ્યું, “આ અસુરક્ષાની ભાવના છે.

Advertisement

ઈન્ટરનેટ પર જોરદાર ટીકાનો સામનો કર્યા પછી, ડિરેક્ટર અનિલ શર્માએ ફરીથી લોકોની માફી માંગતી ટ્વિટ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, 'સૌને નમસ્કાર.. હું આને રીટ્વીટ કરવા માંગતો હતો, પરંતુ ભૂલથી કમેન્ટના રીટ્વીટ બટન પર ક્લિક થઈ ગયું. અક્ષય કુમાર માટે હંમેશા પ્રેમ અને આદર.. ઇન્ડસ્ટ્રી જીતી છે. . બધાને અભિનંદન

તમને જણાવી દઈએ કે સની દેઓલ અને અમીષા પટેલની 'ગદર 2' અને અક્ષય કુમાર, યામી ગૌતમ ધર અને પંકજ ત્રિપાઠીની 'OMG 2' એક જ દિવસે રીલિઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર ઘણી સારી કમાણી કરી રહી છે. 'OMG 2' એ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

Tags :
Advertisement

.

×