Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલના પુનિતનગરના રજવાડી રાજામાં ગણપતિ દાદા જોવા મળે છે રજવાડી લુકમાં, ધારાસભ્ય પહોંચ્યા આરતી દર્શનમાં

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  સૌરાષ્ટ્રભરમાં આસ્થાભેર વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણપતિ દાદાના અનેક નાના મોટા પંડાલમાં અલગ અલગ શણગાર જોવા મળી રહ્યો છે ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પુનિતનગરના રજવાડી રાજામાં રજવાડી થિમ્સ પર શણગાર કરવામાં આવ્યો છે. ....
ગોંડલના પુનિતનગરના રજવાડી રાજામાં ગણપતિ દાદા જોવા મળે છે રજવાડી લુકમાં  ધારાસભ્ય પહોંચ્યા આરતી દર્શનમાં
Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

સૌરાષ્ટ્રભરમાં આસ્થાભેર વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણપતિ દાદાના અનેક નાના મોટા પંડાલમાં અલગ અલગ શણગાર જોવા મળી રહ્યો છે ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પુનિતનગરના રજવાડી રાજામાં રજવાડી થિમ્સ પર શણગાર કરવામાં આવ્યો છે. . જેમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાવનાબેન રૈયાણીએ આરતી ઉતારી હતી. વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપના બાળકો દ્વારા ધારાસભ્ય ગીતાબાને એક એક ફૂલ આપી ને અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

પુનિતનગરના રજવાડી રાજાનું સ્થાપન કરાયું છે

ગોંડલ શહેરના પુનિતનગરમાં આવેલ શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા શહેરનું સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે. 13માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ ડી.જે. ના તાલે રાસ ગરબે રમ્યા હતી. પુનિતનગરના રજવાડી રાજા ગ્રુપ દ્વારા 10 દિવસના આયોજનમાં સ્ટેજમાં રજવાડી લુક આપવામાં આવ્યો છે. જેના માટે 30 x 60 નો વોટર પ્રૂફ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવ દરમ્યાન બાળ વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 જેટલા બાળકોએ વેશભૂષામાં ભાગ લીધો હતો. જેને ધારાસભ્ય ના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×