ગોપાલ સ્નેકસ લિમિટેડનો ઈન્સ્ટન્ટ ફુડ બજારમાં પ્રવેશ ,‘શોટ ગો’ નુડલ્સ કરી લોન્ચ
નમકીનનું નામ કોઈપણના મોઢે આવે એટલે પહેલા ‘ગોપાલ'ને યાદ કરે તેવી શાખ ‘ ગોપાલ સ્નેકસ લી.'એ જમાવી દીધી છે. ચવાણું, સેવમમરા, સાબુદાણા, ગાંઠીયા સહીતની ૮૫ થી વધુ આઈટેમો બજારમાં મુકનાર ગોપાલ સ્નેકસ લી. દ્વારા હવે ‘શોટ ગો’ નુડલ્સ સાથે ઇન્સ્ટન્ટ ફુડ બજારમાં પ્રવેશ કરાયો છે. માત્ર ૨ મીનીટમાંજ હળવો નાસ્તો તૈયાર થઈ જાય તે પ્રકારના ગોપાલના શોટ ગો' નુડલ્સને લોકો હોંશે હોંશે વધાવી રહ્યા છે. ગોપાલ નમકીનનો પ્રારંભ આમ તો ૧૯૯૪ માં થયો હતો. આ ત્રણ દાયકાના સમયમાં લોકોએ ગોપાલ નમકીનને ભરપુર પ્રેમ આપ્યો છે. સામે ગોપાલ નમકીને પણ ઉત્તમ કવોલીટી અને હાઈજેનીક ફુડ આપી લોકોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે.
ગામડાના ખુણે-ખૂણાથી લઈને મોટા શહેરો સુધી વિસ્તરી 'ગોપાલ સ્નેક્સ'ની શાખાઓ
આજે તો ગોપાલ નમકીન ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહીતના રાજયોમાં પહોંચી ચુકયુ છે. ગામડાના ખુણે-ખૂણાથી લઈને મોટા શહેરો સુધી તેની શાખાઓ વિસ્તારી છે. વાર્ષિક ૧૩૦૦ કરોડથી પણ વધુનું ટર્નઓવર ધરાવે છે. સમયની માંગને અનુસરવા સતત પ્રયત્નશીલ રહે છે. એટલે જ હવે યંગ જનરેશનની માંગને ધ્યાને લઈ નુડલ્સ ક્ષેત્રે ઝંપલાવ્યુ છે. જેમાં હાલ પ્રાથમિક ધોરણે રૂ.૧૦ માં મસાલા નુડલ્સના ‘શોટ ગો’ નામથી ૬૦ ગ્રામના પેકેટ બજારમાં મુકયા છે. જેને આગામી સમયમાં ૩૦૦ ગ્રામના પારિવારિક પેકેટ સુધી લઈ જવાની પુરી તૈયારી બતાવી છે. સાથો સાથ ટૂંક સમયમાં પાસ્તાના પેકેટ બજારમાં મુકવા માટે પણ ગોપાલ નમકીન પરિવાર ખુબ આતુર છે.
ભાદરા ગામે ફરસાણની દુકાનથી કરી હતી શરૂઆત
નફો કમાવાને બદલે ગ્રાહકને ફાયદો કરાવવાના મંત્રને સાર્થક કરતા આ ગોપાલ નમકીનની શરૂઆત કઈ રીતે થઈ તે જોવા જઈએ તો બીપીનભાઈ હદવાણીના પિતાશ્રી વિઠલભાઈએ ફરસાણની દુકાન ભાદરા ગામે શરૂ કરી હતી. જેમાં બીપીનભાઈ ખુદ ગાંઠીયા બનાવતા. બાદમાં રાજકોટ આવ્યા અને આ ગાંઠીયાને પેકડ આઈટેમ તરીકે મુકવાની પહેલ કરી. લોકોએ તેનો સ્વીકાર પણ કર્યો. આમ પેકડ ગાંઠીયાની શરૂઆત સૌપ્રથમ કરવાનો શ્રેય ગોપાલ નમકીને મેળવ્યો છે. બાદમાં ગોપાલ નમકીનના બેનર હેઠળ ચવાણ, સેવમમરા, સાબુદાણા, વેફર, વાટકા મમરી (સ્નેક પેલેટસ) સહીતની આઈટેમો ઉમેરાતી ગઈ. આજે ગોપાલ નમકીનના નામથી ૮૫ થી વધુ આઈટેમ બજારમાં ફરી રહી છે. રૂ.૫ થી માંડીને રૂ.૭૫ સુધી પેકડ નાસ્તાના પેકેટ બજારમાં ઉપલબ્ધ છે. જેમાં હવે ‘શોટ ગો’ નુડલ્સનો ઉમેરો થયો છે. અને આગામી સમયમાં પાસ્તા પણ ઉમેરાશે.
2 મિનિટમાં તૈયાર થઇ જાય છે 'શોટ ગો નુડલ્સ'
‘શોટ ગો’ નુડલ્સની વાત કરીએ તો આ એક એવો ઈન્સ્ટન્ટ નાસ્તો છે કે જે ૨ મીનીટમાં ગતે તે વ્યક્તિ તૈયાર કરી શકે છે. તપેલી જેવા વાસણમાં જરૂર પુરત પાણી ગરમ કરો અને તેમાં ‘શોટ ગો’ નુડલ્સનું પેકેટ તોડીને ઉમેરી દો એટલે તમારો નાસ્તો તૈયાર. વળી આ પેકેટ સાથે ખાસ મસાલો પણ આપવામાં આવે છે. એટલે જયારે ‘શોટ ગો' મસાલા નુડલ્સ તૈયાર થાય, ત્યારે તેની સુગંધ ભલભલાની ભુખ ઉઘાડી નાખે છે. નાસ્તો કરવાની ઈચ્છા ન હોય તેઓ પણ નાસ્તા માટે આકર્ષાઈ જાય તેવી સોડમ અને સત્વ ગોપાલના ‘શોટ ગો' નુડલ્સમાં ઉમેરવામાં આવ્યા છે.
જાતે જ બજારમાંથી ચણાની ખરીદી કરી જાતે જ લોટ તૈયાર કરે છે ગોપાલ સ્નેક્સ
ગોપાલ નમકીન લોકોની પહેલી પસંદગી શા માટે? તેવો સવાલ કોઈ ઉઠાવે તો તેના જવાબમાં એમ કહી શકાય કે ગોપાલ નમકીન પરિવાર લોકોના આરોગ્યને નજરમાં રાખીને તમામ વસ્તુઓ તૈયાર કરે છે. ઉત્તમ કવોલીટી અને હાઈજેનીક વસ્તુ તૈયાર કરે છે. ખાસ કરીને લોટની વાત કરીએ તો બજારમાંથી ગમે તેવો ચણાનો લોટ લેવાને બદલે જાતે જ બજારમાંથી ચણાની ખરીદી કરી જાતે જ લોટ તૈયાર કરે છે. આવુ જ વિવિધ મસાલાનું છે. હળદર, મરચુ, ધાણાજીરૂ સહીતના મસાલા પણ જાતે જ તૈયાર કરે છે. લોકોને સમયસર અને તાજેતાજો માલ મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટેશન પણ પોતેજ ડેવલપ કર્યુ છે. ૨૫૦ થી વધુ પોતાના જ ટ્રક દોડાવે છે.વિઠ્ઠલભાઈ હદવાણીએ ‘જેવું ખાવ તેવું ખવડાવો' મંત્ર સંતાનોને આપ્યો હતો. જે આજે બીપીનભાઈ હદવાણી સહીતના પરિવારજનો ચરીતાર્થ કરી રહ્યા છે. મતલબ ગોપાલ નમકીનમાં લોકોના આરોગ્યને પહેલા ધ્યાને લેવામાં આવે છે.
4 હજારના મૂડીરોકાણથી 13 કરોડના ટર્નઓવર સુધી
ટુંકમાં ભાદરા ગામે માત્ર રૂ.૪ હજારના મુડી રોકાણથી વિઠલભાઈ હદવાણીએ શરૂ કરેલ નમકીનનો વ્યવસાય ગોપાલ નામથી રાજકોટમાં એક નાના છોડરૂપે રોપાયો. જે વટ વૃક્ષ બનીને દેશભરમાં વિસ્તર્યો છે. આજે વાર્ષિક રૂ.૧૩૦૦ થી વધુનું ટર્નઓવર ગોપાલ નમકીન લી.ધરાવે છે.



