Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્રી જ તેંત્રીસ ટકા માટે તૈયાર ન હોય તો શું કરો?

સમાજમાં કે આસપાસ કે ઘરમાં જીવતી સ્ત્રી પોતે જ પોતાના હક-હિસ્સા અને આવડત અંગે આંખ આડા કાન કરે તો એની મદદે કોણ આવે? ઘરના સભ્યો તો પરિવારની સ્ત્રીઓ માટે સભાન હોય પણ એ સ્ત્રી જ પોતાની જાતને સંકોરીને જીવવા માગતી હોય તો કોઈ કેટલાં પ્રયત્નો કરે? આખરે એક તબક્કો એવો આવે કે, સાથે જીવવા લોકો એવું કહીને હથિયાર હેઠાં મૂકી દે કે, માથે પડશે ત્યારે સમજશે.... ઘરમાં સ્ત્રીઓને તેંત્રીસ ટકા ક્યારે? એ વાતàª
સ્રી જ તેંત્રીસ ટકા માટે તૈયાર ન હોય તો શું કરો
Advertisement

સમાજમાં કે આસપાસ કે ઘરમાં જીવતી સ્ત્રી પોતે જ પોતાના હક-હિસ્સા અને આવડત અંગે આંખ આડા કાન કરે તો એની મદદે કોણ આવે? ઘરના સભ્યો તો પરિવારની સ્ત્રીઓ માટે સભાન હોય પણ એ સ્ત્રી જ પોતાની જાતને સંકોરીને જીવવા માગતી હોય તો કોઈ કેટલાં પ્રયત્નો કરે? આખરે એક તબક્કો એવો આવે કે, સાથે જીવવા લોકો એવું કહીને હથિયાર હેઠાં મૂકી દે કે, માથે પડશે ત્યારે સમજશે.... 

Advertisement

Advertisement

ઘરમાં સ્ત્રીઓને તેંત્રીસ ટકા ક્યારે? એ વાતનો પ્રતિભાવ આવ્યો. એક વાચકે સામો સવાલ લખીને મોકલ્યો કે, એ સ્ત્રી જ ડેવલપ થવા ન માગતી હોય તો કોઈ શું કરે? પરિવારના પુરુષને તો એવું જોઈતું હોય કે, ઘર પ્રત્યેની એની જવાબદારીમાં ખભેથી ખભા મેળવીને એની પત્ની ફરજ બજાવે. કોઈ વખત એવાં પ્રયત્નો શરુ પણ થાય. છેવટે એ સ્ત્રીને પોતાને જ એ ચેલેન્જ ન સ્વીકારવી હોય તો સામેની વ્યક્તિ શું કરે?

એ વાચકનું નામ રાકેશ. એ કહે છે, બેંકની લોનની વાત હોય, મારા પગારનો આંકડો હોય કે પછી બાળકો વિશેનો કોઈ નિર્ણય લેવાનો હોય મારી પત્ની લતા કોઈ દિવસ કોઈ ઈનિશિયેટીવ ન લઈ શકે. હું એને કહું કે, છેલ્લું ઈન્ક્રીમેન્ટ આવ્યું પછી મારો પગાર આટલો થયો. ત્યારે એ સામેથી મને એમ કહે, આવી વાતો શું કરતા હશો? મને ખબર જ છે કે, તમે સારું કમાવ છો. 

આ વાતના જવાબમાં રાકેશ એવું કહે કે, એ વાત સાચી કે હું સારું કમાઈ લાવું છું. પણ મારી ઈન્કમ કેટલી છે અને મારા પગારનું હું શું કરું છું એની તને ખબર હોવી જોઈએ. ચાલ આ વખતે આપણે બચતનું અને ઘરનું બજેટ સાથે બનાવીએ. ક્યાં કેટલાં ઈન્વેસ્ટ કરવા અને ઘર માટે શું લાવવું એ સાથે બેસીને નક્કી કરીએ. 

લતાએ તરત કહ્યું કે,  હવે મને એમાં શું ખબર પડે? તમે જે નિર્ણય લેતાં હશો એ યોગ્ય જ હશે. એમાં હું શું માથું મારું? એક તો મને બહુ સમજ નથી પડતી ઉપરથી હું મારી વાત કહીને તમને મૂંઝવણમાં મૂકી દઉં. એ કરતાં એક વ્યક્તિ જ બધું નક્કી કરે એ યોગ્ય છે. 


રાકેશ દર થોડાં દિવસે પત્નીને સમજાવવાની કોશિશ કરે. પણ લતા કોઈ દિવસ બધી ખબર હોવી જોઈએ એ વાતે રાકેશને સાથ ન આપે. બેંકનો લોકર નંબર શું છે? એની ચાવી ક્યાં રાખી છે? બેંક એકાઉન્ટ ક્યાં અને કેટલાં છે? એનાં નંબર શું છે કે પછી ઈન્ટરનેટ બેંકિગના પાસવર્ડ શું છે એ વિશે લતાને કોઈ જ આઈડિયા નથી. બંનેની પોલિસી કેટલાં લાખની છે? હેલ્થ ઈન્શ્યોરન્સ કેટલાનો છે એ અંગે પણ લતા અજાણ છે. રાકેશ શેરબજારમાં કેટલાં રુપિયા રોકે છે એ અંગે પણ લતા કદીય કોઈ ઉત્સાહ બતાવતી નથી. ઉપરથી પોતાનો બચાવ કરે છે કે, બે બાળકો, પતિ અને સાસુ-સસરા સાથેનાં સંસારમાં એની પાસે આવી બધી વાતો માટે સમય જ નથી.

રાકેશ દર વખતે પત્નીને કન્વીન્સ કરાવવા કોશિશ કરે. પણ લતા કોઈ દિવસ સમજે નથી. રાકેશ કહે છે, મારે એને તેંત્રીસ ટકા નહીં. બધી જ વાતોની ભાગીદાર બનાવવી છે. ત્યાં સુધી કે, એને એનાં હક-હિસ્સા કે અધિકાર વિશે પણ ખબર હોવી જોઈએ. આ બધું કરવાનો અને શીખવવાનો એક મતલબ એ પણ ખરો કે, કોઈ દિવસ અગવડ પડે કે પરાધીન હાલતમાં પહોંચી જવાય તો કોઈની સામે હાથ ન જોડવા પડે.

લગ્નને પંદર વર્ષ થઈ ગયાં. હજુ સુધી કોઈ તકલીફ નથી પડી. રાકેશ કહે છે, એનો મતલબ એવો તો નથીને કે, આખી જિદંગી કોઈ તકલીફ પડશે જ નહીં. સમય ક્યારે બદલાઈ જાય એની કોઈને ખબર નથી હોતી. પોતાનો પરિવાર પોતાની ગેરહાજરીમાં પણ તકલીફ વગર જીવે એવું કોઈ પુરુષ ચાહે તો એમાં ખોટું શું છે? આવો સવાલ રાકેશ પોતાના મનને કરી બેસે છે. પરંતુ, પત્ની આ વાત સમજવા નથી માગતી એ વાતે દુઃખી થઈ જાય છે. 


આમ તો બહુ નાની વાત ગણીને આપણે આ ગંભીર બાબતોને અવગણીએ છીએ. પણ કમાનારી વ્યક્તિ ન હોય ત્યારે આ જ સવાલો માથે ટેન્શન અપાવે છે. આ વિચારો મનમાં ચાલી રહ્યાં હતાં અને આ સંજોગોમાં જ લતાની મોટીબહેનનો પતિ અચાનક બીમાર પડ્યો. કોઈ વાયરલ ઈન્ફેક્શન થયું અને એ પંદર દિવસની બીમારી પછી અવસાન પામ્યો.

 

લતાની મોટીબહેન તો લતા કરતાં પણ વધુ ઘર રખ્ખું હતી. એ કદીય પોતાના ઘરનું શાકભાજી એકલી લેવા ગઈ નહોતી. એનો પતિ એક સ્કૂલનો પ્રિન્સીપાલ હતો. નિરાંતની નોકરી હતી. પતિ જ મોટાભાગની તમામ ઘરની અને બહારની જવાબદારી પૂરી કરે. ઘરમાં ક્યુ શાક બનશે એનો નિર્ણય પણ પતિ જ કરે. પત્નીએ કઈ સાડી પહેરવી કે સાડી સાથે ક્યો દાગીનો પહેરવો એ પણ પતિ જ નક્કી કરે. આ બધું જોઈને લતા હંમેશા કહેતી કે, દીદી અને જીજાજીનું કેવું સરસ બને છે. જીજાજીનો એક પણ વેણ દીદી ઉથાપતી નથી. પતિ કહે એમ જ જીવે છે. કોઈ પણ યુગલ પ્રેમથી રહે એ રાજી થવા જેવી વાત છે. પણ પ્રેમથી રહેવું અને સ્વતંત્રતા પણ ન અનુભવવી એ સરવાળે પરાધીન વ્યક્તિને જ નુકસાન કરે છે. 


લતાના દીદી કોઈ દિવસ ઘરની બહાર એકલાં નહોતાં નીકળ્યાં. જીજાજીના અવસાન પછી હાલત એ થઈ કે, દીદીને બેંકના વ્યવહારથી માંડીને ઘરની લોન કે કારની લોન વિશે કંઈ જ ખબર ન હતી. સરવાળે માથે પડ્યું ત્યારે એ બધું કરવા માડ્યાં. થોડી ઠોકરો ખાધી, અમુક લોકો એમને મૂરખ બનાવી ગયાં એ પછી એમને સચ્ચાઈનું ભાન થયું અને આર્થિક રીતે નિર્ણય લેવા સક્ષમ બન્યાં. 


દીદીની જિદંગી ધીમે ધીમે થાળે પડતી ગઈ. આ ઉદાહરણે મારાં મનમાં અજંપો લાવી દીધો. 

લતાને સમજાવવા માટે એક સબળ કિસ્સો મળી ગયો એમ માનીને લતાને ફરીને મેં કહ્યું કે, તું હવે કોઈ આનાકાની ન કરતી. હવે, તારાં માટે મારાં બેંકના વ્યવહારથી માંડીને તમામ ચીજો જાણવી ફરજિયાત છે એમ સમજીને જ તું હવે મારી વાતને સમજ અને સાંભળ. 


રાકેશ કહે છે, મેં વાતની શરુઆત કરી કે, કાલે સવારે મને કંઈ થઈ જાય. તું બધી બાબતોએ અંધારામાં હોય અને કોઈને આધારિત જીવન થઈ જાય એ પહેલાં તું બધી વાતો  અને વ્યવહાર સમજી લે. 


આ વાત કરી ત્યાં તો એણે રડવાનું શરુ કરી દીધું. બોલવા માંડી કે, એમ ક્યાં તમે  મરી જવાની વાત કરો છો? એમ થોડું કંઈ થઈ જવાનું છે.... એ પછી તો એને શાંત પાડવી અઘરી પડી. અંતે મેં એને કહ્યું ચાલ, મને કંઈ થવાનું નથી. પણ તને બધી ખબર હોવી જોઈએ એમ સમજીને હું તને બધું કહેવા માંગુ છું. ત્યારે તો તું મારી વાતને સાંભળ. 


બધી જ વાતો અને વિગતો એક ડાયરીમાં મેં એને લખાવી. રાકેશ કહે છે, મેં એને લખવા કહ્યું તો મને કહે તમે જ લખી આપોને હું ફ્રી થઈને વાંચી લઈશ. રાકેશે ત્યારે જીદ્દ કરી અને કહ્યું કે, ના તું બધું જ તારાં હાથે લખ. જેથી તને કંઈ અજાણ્યું ન લાગે. ફાઈનલી એણે બધું સમજ્યું અને મારી વાત માની. બેંકના વ્યવહારો મેં એની માથે નાખી દીધાં. એક-બે વાર ખોટી વિગતો લખી એમાં અમારાં ચેક ડીપોઝીટ ન થયાં. બાળકોની સ્કૂલ ફી અને માતા-પિતાના પેન્શનના ફોલો અપ માટે પણ મેં એને મોકલી. બે-ત્રણ જગ્યાઓએ એ અટવાઈ ખરી. એક-બે વાર તકલીફ પડી એમાં રડી પડી. ઘરમાં પચીસ માણસોનું જમવાનું બનાવવાનું એને અઘરું નથી લાગતું પણ બહારનું કામ માથે પડે તો જાણે કોઈ આકરી કસોટી આવી ગઈ હોય એવું લાગે છે. 


રાકેશ કહે છે, હું લતાને કેટલીયવાર કહું છું કે, સ્ત્રીનો અવતાર એટલે એણે ચૂલો સંભાળવાનો અને છોકરાં ઉછેરવાના એવું ક્યાંય લખી નથી આપ્યું. જમાનો બદલાઈ ગયો છે. ઘરનાં બંને પાત્રોને એકબીજાં વિશે બધી જ ખબર હોવી જોઈએ. રાકેશ કહે છે, માત્ર હું જ નહીં મારાં જેવાં અનેક પુરુષો એની પત્ની, માતા કે દીકરીને સમાનતાથી જોતાં હોય છે. પણ સામેનું પાત્ર જ એ હક-હિસ્સા કે અધિકાર વિશે અજાણ રહેવા માગતું હોય તો કોઈ શું કરે? 


Tags :
Advertisement

.

×