Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શહેરમાં વધતાં ટ્રાફિક નિયમનના ભંગને અટકાવવા ટ્રાફીક પોલીસની મેગા ડ્રાઈવ

અહેવાલ - પ્રદિપ કચીયા અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત ટ્રાફિક વિભાગને ટકોર કરી હતી. જેને લઇને અવાર-નવાર ટ્રાફિક પોલીસ એક્સન મોડમાં જોવા મળતી હોય છે. અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા...
શહેરમાં વધતાં ટ્રાફિક નિયમનના ભંગને અટકાવવા ટ્રાફીક પોલીસની મેગા ડ્રાઈવ
Advertisement

અહેવાલ - પ્રદિપ કચીયા

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત ટ્રાફિક વિભાગને ટકોર કરી હતી. જેને લઇને અવાર-નવાર ટ્રાફિક પોલીસ એક્સન મોડમાં જોવા મળતી હોય છે. અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પીક અવર્સ દરમિયાન વધારે ટ્રાફિક થતા વિસ્તારમાં મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.

Advertisement

Advertisement

આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિકને લઇને મેગા ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ ડ્રાઈવમાં ટ્રાફિક વિભાગના ACP અશોક રાઠવા પણ જોડાયા હતા. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં સાંજના સમયે સૌથી વધુ ટ્રાફિક જામ જોવા મળે છે. જેમા રોંગ સાઈડમાં વાહન ચલાવીને આવવું અને નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા અને સાથે જે લોકોના મેમો બાકી હતા તેમને જગ્યા પર જ મેમો ભરાવ્યા હતા. આ સાથે ટ્રાફિક વિભાગે અકસ્માત અટકે તે હેતુથી આ પ્રકારે એક સાથે અલગ અલગ જગ્યા પર ડ્રાઈવ યોજવામાં આવી હતી.

આ ડ્રાઈવ જયારે યોજવામાં આવી ત્યારે ટ્રાફિક વિભાગે 3 કલાક દરમિયાન રોન્ગ સાઈડમાં વાહન ચલાવવા, હેલ્મેટ ના પહેર્યું હોય અને સાથે ટ્રાફિક નિયમનું પાલન ના કરનારા કુલ 50 કરતા વધારે લોકો સામે કાર્યવાહી કરીને તમામને મેમો ફટકાર્યો હતો. આ સાથે પોલીસની કાર્યવાહી દરમિયાન લોકો દ્વારા કરવામાં આવતા હુમલા અંગે પણ કાર્યવાહી કડક કરવામાં આવશે તેવું ટ્રાફિક વિભાગના ACP અશોક રાઠવાએ જણાવ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×