Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : ઘરનો દરવાજો ખખડાવી અજાણી વ્યક્તિએ યુવક પર કેરોસીન છાંટી સળગાવ્યો

ભરૂચના (Bharuch) પશ્ચિમ વિસ્તારમાં આવેલ જૂની વાડી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ ઘરનો દરવાજો ખખડાવી ઘરમાં રહેલા યુવક પર કેરોસીન નાખી તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આગની લપેટમાં આવેલ યુવક જીવ બચાવી ઘરની બહાર આવતા લોકોએ તેને બચાવ્યો હતો અને...
bharuch   ઘરનો દરવાજો ખખડાવી અજાણી વ્યક્તિએ યુવક પર કેરોસીન છાંટી સળગાવ્યો
Advertisement

ભરૂચના (Bharuch) પશ્ચિમ વિસ્તારમાં આવેલ જૂની વાડી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ ઘરનો દરવાજો ખખડાવી ઘરમાં રહેલા યુવક પર કેરોસીન નાખી તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આગની લપેટમાં આવેલ યુવક જીવ બચાવી ઘરની બહાર આવતા લોકોએ તેને બચાવ્યો હતો અને ગંભીર રીતે દાઝેલો હોવાથી યુવકને ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે બચાવવા પડેલા તેનો ભાઈ પણ દાઝ્યો હોવાથી તેની પણ સારવાર કરાઈ હતી. આ મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસે (Bharuch B Division Police) તપાસ હાથ ધરી છે.

ભરૂચના (Bharuch) જૂની વાડી વસંત મિલના ચાલ વિસ્તારમાં રહેતા કિશનભાઇ વસાવા (Kishanbhai Vasava) તેમના ઘરે હાજર હતા. દરમિયાન, બપોરના અરસામાં કોઈ અજાણી વ્યક્તિએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. કિશન વસાવાએ ઘરનો દરવાજો ખોલતા જ ઘરની બહારથી અજાણી વ્યક્તિએ કિશન વસાવા પર કેરોસીનના પાઉચ નાખી તેની પાસે રહેલો દીવો છૂટો મારી તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. કિશન વસાવા આગની લપેટમાં આવી જતા બુમાબૂમ કરીને ઘરની બહાર દોડ્યા હતા. કિશનને બચાવવા માટે તેના ભાઈએ કોશિશ કરતા તે પણ દાઝ્યો હતો. વિસ્તારના અન્ય લોકોએ પણ કિશનને બચાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ, કિશન વસાવા ગંભીર રીતે દાઝ્યો હતો. આથી તેને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ હુમલા માટે પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Advertisement

પોલીસ તપાસનો ઘમઘમાટ

Advertisement

કિશન વસાવાને સળગાવી દેવાના પ્રયાસનો મામલો પોલીસ મથકે પહોંચતા ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના (Bharuch B Division Police) પીઆઈ એસ.ડી ફુલતરિયા, ડીવાયએસપી સી.કે. પટેલ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. કોઈની પર શંકા હોઈ શકે તે બાબતે પૂછપરછ કરી અજાણી વ્યક્તિ હત્યાનો પ્રયાસ કરવા આવેલનું પગેરું મેળવવાના પ્રયાસો કર્યા હતો. ભરચક વિસ્તારમાં હત્યાનો પ્રયાસ કરવા આવેલી વ્યક્તિ ગુનો આંચરીને ઘટના સ્થળેથી રફૂચક્કર થઈ ગઈ હતી. આ મામલે પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - BHARUCH : કરોડોના ખર્ચે નિર્માણ પામેલ માતરીયા તળાવમાં જામ્યું લીલનું સામ્રાજ્ય

આ પણ વાંચો - BHARUCH : હાંસોટ પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવતા સમયે ગોળી છૂટતા બે ઘાયલ

આ પણ વાંચો -  Gujarat University Case : 3 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર, સુઓમોટો પર કોર્ટે કહ્યું – શહેરમાં બનતી દરેક ઘટના…

Tags :
Advertisement

.

×