Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RAJKOT : જામકંડોરણામાં રખડતા ઢોરની અડફેટે આવતા યુવકનું મોત

અહેવાલ -રહીમ લાખાણી -રાજકોટ    રાજ્યમાં દિવસે અને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોળામાં વધુ એક યુવાનનું આખલાની અડફેટે મોત નિપજ્યું છે.ગોંડલ થી પરત ઘરે આવતા સમયે મેવાસા નજીક આખલા અડફેટે બાઈક આવતા યુવાનનું મોત...
rajkot   જામકંડોરણામાં રખડતા ઢોરની અડફેટે આવતા યુવકનું મોત
Advertisement

અહેવાલ -રહીમ લાખાણી -રાજકોટ 

Advertisement

રાજ્યમાં દિવસે અને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોળામાં વધુ એક યુવાનનું આખલાની અડફેટે મોત નિપજ્યું છે.ગોંડલ થી પરત ઘરે આવતા સમયે મેવાસા નજીક આખલા અડફેટે બાઈક આવતા યુવાનનું મોત નિપજ્યું હતું.યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

Advertisement

મળતી વિગતો અનુસાર ગઈકાલે સાંજના સમયે રોડ ઉપર રખડતા ઢોરને કારણે વધુ એક યુવાનનું મોત નિપજ્યું છે. ગોંડલ થી પરત ઘરે આવતા સમયે મેવાસા નજીક આખલા અડફેટે બાઈક આવતા યુવાનને તાત્કાલિક જેતપુર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું.

28 વર્ષીય ગૌરવ વ્રજલાલ સાટોડિયા નામના યુવક બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે આખલો આડે આવતાં બાઈક સ્લીપ થતાં યુવકનું મોત નીપજ્યું હતું. યુવાનનું મોત નીપજતા પરિવાર તેમજ ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

આ  પણ  વાંચો -સમસ્યા : ગુજરાત હાઈકોર્ટનો અધિકારીઓને હાજર થવા નિર્દેશ

Tags :
Advertisement

.

×