Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RBI બાદ હવે અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો, પોલીસ દોડતી થઈ

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ પોલીસને મળતા પોલીસ વિભાગ દોડતું થયું હતું. આ ધમકીભર્યા ઇ-મેઇલ બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પર બોમ્બ હોવાની વાત માત્ર એક...
rbi બાદ હવે અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ મેઇલ મળ્યો  પોલીસ દોડતી થઈ
Advertisement

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ પોલીસને મળતા પોલીસ વિભાગ દોડતું થયું હતું. આ ધમકીભર્યા ઇ-મેઇલ બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પર બોમ્બ હોવાની વાત માત્ર એક અફવા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બુધવારે અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવીની ધમકી આપતો એક ઇ-મેઇલ શહેર પોલીસને મળ્યો હતો. આ ઇ-મેઇલ આવ્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે , પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ મામલે હવે એરપોર્ટ પોલીસે અફવાને લઈને ફરિયાદ નોંધી છે.

Advertisement

અગાઉ RBI ને ઉડાવી દેવાની ધમકી મળી હતી

Advertisement

આ ઇ-મેઇલ કોના દ્વારા કરવામાં આવ્યો? કયા હેતુંથી આ ઇ-મેઇલ કરવામાં આવ્યો? આ તમામ સવાલોના જવાબ શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, અત્યાર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જણાવી દઈએ કે, આ પહેલા આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે મામલે વડોદરામાંથી 3 યુવકોની અટકાયત કરવામાં આવી હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અને મહારાષ્ટ્ર ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, અમદાવાદ, રાજકોટ, સુરતમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ

Tags :
Advertisement

.

×