Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : એપ્લિકેશનમાં રોકાણ કરી 70% નફાની લાલચ અલગ-અલગ રાજ્યનાં લોકો સાથે છેતરપિંડી આચરી

Ahmedabad : કંપનીમાં રોકાણ કરાવી 70 ટકા નફો આપવાની લાલચ આપી રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર બંટી-બબલીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. પતિ-પત્નીએ ભેગા મળીને ન માત્ર અમદાવાદ પરંતુ દેશના અલગ-અલગ રાજ્યોમાં અનેક લોકો પાસે રોકાણ કરાવ્યું હતું અને...
ahmedabad   એપ્લિકેશનમાં રોકાણ કરી 70  નફાની લાલચ અલગ અલગ રાજ્યનાં લોકો સાથે છેતરપિંડી આચરી
Advertisement

Ahmedabad : કંપનીમાં રોકાણ કરાવી 70 ટકા નફો આપવાની લાલચ આપી રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર બંટી-બબલીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. પતિ-પત્નીએ ભેગા મળીને ન માત્ર અમદાવાદ પરંતુ દેશના અલગ-અલગ રાજ્યોમાં અનેક લોકો પાસે રોકાણ કરાવ્યું હતું અને કરોડોની રકમ મેળવી રોકાણકારોને પરત ન આપી ઠગાઈ આચરી હતી. જે મામલે મુંબઈમાંથી (Mumbai) ટ્રાન્સફર વોરંટ થકી પતિ-પત્નીની ધરપકડ કરાઈ છે.

એપ્લિકેશન ડાઉનલોડ કરી રોકાણ કર્યું

અમદાવાદનાં (Ahmedabad) ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગત 16 મેના રોજ એક ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જગતપુર રોડની ગણેશ જિનેસિસમાં (Ganesh Genesis) રહેતા નિવૃત સરકારી કર્મચારી શોભનાબેન મહેતા સાથે રૂ. 25 લાખની ઠગાઈ થઈ હોય તેને લઈને ગુનો નોંધાયો હતો. ફરિયાદી નિવૃત થયા હોય તેઓને મોટી રકમ મળી હતી. તે સમયે તેઓને મિત્ર સર્કલ તરફથી જાણ થઈ હતી કે DIFM નામની એપ્લિકેશનમાં રોકાણ કરવાથી સારૂં વળતર મળે છે, જેથી તેઓએ એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યાર બાદ બ્લીઝ કન્સ્લટન્ટ કંપનીથી મેસેજ આવ્યો હતો. આશિષ મહેતા અને શિવાંગીની મહેતા દ્વારા તેઓને મેઈલમાં રોકાણ માટેની શરતો મોકલી હતી. રોકાણમાં 70 ટકા રોકાણકાર અને 30 ટકા કંપનીને નફો મળશે તેવી બાબતો જણાતા શોભનાબેન મહેતાએ 25 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે બાદ તેઓને પૈસાની જરૂર પડતા તેઓએ ઉપાડવાનો પ્રયાસ કરતા પૈસા ઉપડ્યા ન હતા. ઉપરાંત, આ બન્ને આરોપીઓનાં ફોન પણ બંધ થઈ જતા તેઓને આ કંપની ઊઠી ગઈ હોવાની જાણ થઈ હતી.

Advertisement

અલગ-અલગ રાજ્યના લોકો પાસેથી 200 કરોડ રૂપિયા પડાવ્યાં!

આ ઘટનાને એલ ડિવિઝનના ઈનચાર્જ ACP અમી પટેલે જણાવ્યું હતું કે, આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં સામેલ આશિષ મહેતા અને શિવાંગીની મહેતા મુંબઈના રહેવાસી છે. જો કે, આ આરોપીઓ સામે મુંબઈ આર્થિક ગુના નિવારણ શાખામાં પણ ઠગાઈનો ગુનો નોંધાયો હતો. જે મામલે આ બન્ને આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તેમ જ કંપનીના ખાતામાં રહેતા અંદાજે 160 કરોડથી વધુ રૂપિયા પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ ઠગ દંપતીએ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોય તેવી હકીકત પોલીસ તપાસમાં ખુલી છે. આ બંટી-બબલી સામે ગુજરાતમાં બનાસકાંઠાના (Banaskantha) ધાનેરા તેમ જ અમદાવાદનાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં (Chandkheda police station) ઠગાઈની ફરિયાદો નોંધાઈ છે. તેમ જ મુંબઈ અને પંજાબમાં (Punjab) ફરિયાદો નોંધાઈ છે. આ ગુનાના માસ્ટર માઈન્ડ આશિષ મહેતાની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓ લોકો પાસેથી રોકાણના નામે પૈસા પડાવી વૈભવી જીવન જીવતા હતા, જેથી મુંબઈ આર્થિક ગુના નિવારણ શાખાએ તેઓની મિલ્કત પણ સીઝ કરી છે. તેવામાં અમદાવાદ (Ahmedabad) પોલીસે પણ આરોપીઓની તપાસ હાથ ધરી છે, ત્યારે જોવાનું રહ્યું કે આ તપાસમાં કેવા ખુલાસા થાય છે.

Advertisement

અહેવાલ : પ્રદિપ કચિયા

આ પણ વાંચો - હિંમતનગરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત, મહિલા શિક્ષિકાને લીધા હડફેટે, Video

આ પણ વાંચો - દેશભરમાં રોકાણના નામે 200 કરોડની છેતરપિંડી કરનાર દંપતિની ચાંદખેડા પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો - ભાવનગર જિલ્લામાં 5 પોલીસ અધિકારીઓની કરવામાં આવી બદલી

Tags :
Advertisement

.

×