Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : 'રક્ષક બન્યો ભક્ષક' ! રાજસ્થાનથી ફરવા આવેલી યુવતી સાથે હોટેલમાં હોમગાર્ડે આચર્યું દુષ્કર્મ

અમદાવાદના (Ahmedabad) નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનથી (Rajasthan) અમદાવાદ ફરવા આવેલી યુવતી સાથે અમદાવાદના હોમગાર્ડ (home guard) જવાને મદદના બહાને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ફરિયાદ થતાં નરોડા પોલીસે કાર્યવાહી કરી...
ahmedabad    રક્ષક બન્યો ભક્ષક    રાજસ્થાનથી ફરવા આવેલી યુવતી સાથે હોટેલમાં હોમગાર્ડે આચર્યું દુષ્કર્મ
Advertisement

અમદાવાદના (Ahmedabad) નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનથી (Rajasthan) અમદાવાદ ફરવા આવેલી યુવતી સાથે અમદાવાદના હોમગાર્ડ (home guard) જવાને મદદના બહાને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ફરિયાદ થતાં નરોડા પોલીસે કાર્યવાહી કરી દુષ્કર્મ સહિતનો ગુનો નોંધીને હોમગાર્ડ જવાનની ધરપકડ કરી છે.

અમદાવાદના (Ahmedabad) નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station) વિસ્તારમાંથી 'રક્ષક જ ભક્ષક' બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગત 11 તારીખે રાજસ્થાનની યુવતી અમદાવાદમાં ફરવા આવી હતી. દરમિયાન, નાના ચિલોડા ખાતે બસમાં બેસાડવા માટે યુવતીએ હોમગાર્ડ જવાન પાસે મદદ માગી હતી. જો કે, બસ ચૂકી જતાં યુવતી હોટલમાં રોકાઈ હતી. યુવતીને મદદના નામે હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડ (Akshay Rathor) પણ હોટેલમાં રોકાયો હતો.

Advertisement

હોટેલમાં યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

દરમિયાન, હોમગાર્ડ અક્ષય રાઠોડે યુવતીની એકલતાનો લાભ લઈ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે હોમગાર્ડ જવાન વિરુદ્ધ દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી તપાસ આદરી હતી. નરોડા પોલીસે (Naroda police) હવે હોમગાર્ડ અક્ષય રાઠોડની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : પ્રહલાદ નગર રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં લાગી આગ

આ પણ વાંચો - Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં મોટો ખુલાસો! પોલીસની ટીમ નેપાળ જશે! જાણો કેમ?

આ પણ વાંચો - Rajkot : હનીટ્રેપમાં ફસાયેલા યુવકના આપઘાત કેસમાં GRD યુવાન અને યુવતી સામે ગુનો દાખલ

Tags :
Advertisement

.

×