Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કોકેઈન સાથે યુગાન્ડા મહિલા સહિત 3ની કરી ધરપકડ

અહેવાલ -પ્રદિપ કચીયા ,અમદાવાદ અમદાવાદમાં 50થી વધુ રેવ પાર્ટીનું આયોજન કરનાર 2 યુવક સહિત વિદેશી મહિલા ડ્રગ્સ પેડલરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી..છેલ્લા 4 વર્ષથી કરતા હતા રેવ પાર્ટીનું આયોજન..નાઇઝીરિયન નાગરિક પાસેથી યુગાન્ડાની મહિલા પેડલર મુંબઇથી પાર્ટીનું કોકેન ડ્રગ્સ લાવી અમદાવાદ...
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે  કોકેઈન સાથે યુગાન્ડા મહિલા સહિત 3ની કરી ધરપકડ
Advertisement

અહેવાલ -પ્રદિપ કચીયા ,અમદાવાદ

અમદાવાદમાં 50થી વધુ રેવ પાર્ટીનું આયોજન કરનાર 2 યુવક સહિત વિદેશી મહિલા ડ્રગ્સ પેડલરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી..છેલ્લા 4 વર્ષથી કરતા હતા રેવ પાર્ટીનું આયોજન..નાઇઝીરિયન નાગરિક પાસેથી યુગાન્ડાની મહિલા પેડલર મુંબઇથી પાર્ટીનું કોકેન ડ્રગ્સ લાવી અમદાવાદ આપતી હતી..

Advertisement

Advertisement

શહેરમાં એમ.ડી ડ્રગ્સ બાદ કોકેન ડ્રગ્સનું નેટવર્ક સામે આવ્યું..કારણકે અમદાવાદ રેવ પાર્ટી માટે હોટ ફેવરિટ બન્યું છે.. ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ભુદરપુરા ચાર રસ્તા નજીક યુગાન્ડાની મહિલા પેડલર અસીમુલ ઉર્ફે કેલી રિચેલ, શાલીન શાહ અને આદિત્ય ઉર્ફે બ્લેકી પટેલની ધરપકડ કરી છે.. મહિલા ડ્રગ્સ પેડલર પાસેથી 50 ગ્રામ કોકિનનો જથ્થો, 3.29 લાખની રોકડ,કાર મળી કુલ 29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..આ વિદેશી મહિલા પેડલર અસીમુલ ઉર્ફે કેલી મુંબઈ થી કોકેન લઈને શાલીન અને આદિત્યને આપવા આવી તે સમયે ગાડીમાં ડ્રગ્સ આપતા જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા..

Image preview

ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીનું આયોજન કરતાં  હતા 

આ કોકેન રેવ પાર્ટી માટે મગાવ્યું હતું.. આદિત્ય અને શાલીન બંન્ને મિત્રો અમદાવાદના જુદા જુદા ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીનું આયોજન કરતા હતા..આ પાર્ટીમાં આવનાર લોકો પાસેથી વ્યક્તિ દીઠ 25 હજાર લેતા હતા.અને પાર્ટી માં આવનાર યુવાનોને કોકેન ડ્રગ્સ આપીને નશો કરાવતા હતા.. આ બન્ને આરોપીઓ રેવ પાર્ટી યોજીને અનેક યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવ્યા હોવાનું ખુલ્યું છે.

Image preview

આરોપી ચાર વર્ષથી રેવ પાર્ટી કરતા

ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીક જણાવ્યુ હતું કે પકડાયેલ આરોપી શાલીન શાહ અને આદિત્ય પટેલની પૂછપરછમાં ખુલ્યું કે તેઓ મિત્ર વર્તુણ માટે છેલ્લા ચાર વર્ષથી રેવ પાર્ટીનું આયોજન કરતા હતા. તેઓ મહિનામાં બે વખત કોકેન ડ્રગ્સનો જથ્થો મંગાવીને પાર્ટી કરતા હતા.. તપાસ ખુલ્યું છે કે આરોપી આદિત્ય પટેલ મુંબઈ ખાતે રહેતા નાઈઝીરિયન ડ્રગ્સ માફિયા સિલવેસ્ટરને કોકેન ડ્રગ્સનો ઓર્ડર આપતો હતો.. અને સિલવેસ્ટર મુંબઈથી ડ્રગ્સ પેડલર મારફતે કોકિન અમદાવાદ મોકલતો હતો..

આરોપી ઓ બસ અને  ટ્રેન મારફતે અમદાવાદ આવતી

અત્યાર સુધીમાં 8 વખત યુગાન્ડા ડ્રગ્સ પેડલર મહિલા અમદાવાદ કોકેન ડ્રગ્સ આપવા આવી છે. જેની પૂછપરછ માં ડ્રગ્સ ડીલીવરી કરવા માટે એક ટ્રીપના 10 હજાર મળતા હતા. અને તે બસ કે ટ્રેન મારફતે અમદાવાદ આવતી હતી.. આ યુગાન્ડાની યુવતી મેડિકલ વિઝા પર ઇન્ડિયા આવી હતી અને છેલ્લા પાંચ વર્ષથી ગેરકાયદેસર ભારતમાં રહેતી હોવાનું ખુલ્યું છે. અને તેની મિત્રના પાસપોર્ટ પર અલગ અલગ હોટલમાં રોકાણ કરતી હતી.

ક્રાઇમ બ્રાન્ચે રેવ પાર્ટીમાં આવનાર યુવકોની માહિતી મેળવીને તેમની પૂછપરછ શરૂ કરી છે.. પકડાયેલ આરોપી આદિત્ય પટેલ પોતે દૂધની ડેરી ચલાવે છે જ્યારે શાલીન શાહ ઇલેક્ટ્રિકના વ્યવસાય સાથે જોડાયેલ છે.. બંન્ને વર્ષો મિત્રો હતા. અને પૈસા કમાવવા તેમજ નશાની લતને લઈને તેઓએ રેવ પાર્ટીની શરૂઆત કરી હતી.. અગાઉ આદિત્ય પ્રોહીબિશનના ગુનામાં પણ ઝડપાયો હતો..આ ઉપરાંત રેવ પાર્ટી ક્યાં ક્યાં ફાર્મ હાઉસમાં આયોજન કરવામાં આવ્યું છે અને આ બંન્ને સિવાય અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે..

આ પણ  વાંચો -AHMEDABAD : હવે ટ્રાફિકના નિયમો તોડ્યા તો તમારી ખૈર નહીં…

Tags :
Advertisement

.

×