Ahmedabad Crime News : માધુપુરામાં સામાન્ય ઝગડામાં અંગત અદાવત રાખી યુવકની હત્યા, 4 ની ધરપકડ
પોલીસ ગિરફતમાં રહેલા કરણ ઉર્ફે બાટો રાજપૂત, પિયુષ ઠાકોર, ચિરાગ ઉર્ફે ચિલ્લી ઠાકોર અને ધ્રુવ ઉર્ફે રાજ ડાભી ઠાકોરને હત્યા કેસમાં ધરપકડ કરી છે. પકડાયેલ ચાર આરોપીએ વોન્ટેડ દશરથ ઉર્ફે કાળું ડાભી ઠાકોર ઘરે યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો અને માધવપુરા વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીકીને યુવકની હત્યા કરી દીધી. ઘટનાની વાત કર્યે તો કે માધવપુરા વિસ્તારમાં રહેતા કૃણાલ ઠાકોરને એક્ટિવા પર આવેલા 3 શખ્સો કરણ રાજપૂત, પિયુષ ઠાકોર અને ચિરાગ ઠાકોર છરીના ઘા ઝીકીને જાહેરમાં કૃણાલની હત્યા કરી દીધી. હત્યા પહેલા આરોપીઓ કૃણાલના ઘરે ગયા હતા અને ઝઘડો કરીને હુમલો કર્યો હતો. જોકે રાત્રે કુણાલ એકલો મળી આવતા તેની પર છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી.
એલ ડિવિઝન ACP દિગ્વિજયસિંહ રાણાએ જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કૃણાલને આરોપી પિયુષના નાના ભાઈ સાથે બોલાચાલી થઈ ઝઘડો થયો હતો. તે સમયે મૃતક કૃણાલએ પીયૂષના નાના ભાઈ દિલીપને લાફો માર્યો હતો જે વાત ની અદાવત રાખીને આરોપી પિયુષએ તેના મિત્ર રાજ ડાભી ઠાકોરને કૃણાલની હત્યા કરવાનું કહ્યું અને રાજએ તેના કાકા દશરથના ઘરે આરોપીઓ ભેગા મળી હત્યાનો પ્લાન બનાવ્યો. માધુપુરા પાસે મૃતક કૃણાલ રોડ પર નીકળતા જ એક્ટિવા પર રહેલ આરોપી પિયુષ, કરણ અને ચિરાગે કૃણાલને રોક્યો જે બાદ ચિરાગે મૃતક કૃણાલ પકડ્યો અને આરોપી પિયુષ અને કરણએ ઉપરા છાપરી છરીના ધા ઝીકી મોત ને ધાટ ઉતારી દીધો. હત્યા કર્યા બાદ આરોપી મુંબઈ સાઈડ ભાગી ગયા હતા જોકે પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપી ધરપકડ કરી દીધી. નોંધનીય છે કે મૃતક અને આરોપીઓ એક જ વિસ્તારમાં રહેતા હોવાથી અંદરો અંદર વર્ચસ્વની બબાલ ચાલી રહી હતી.
માધવપુરા પોલીસે હત્યા કેસમાં ફરાર એક આરોપીની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવી છે. ત્યારે આરોપી હત્યા કર્યા બાદ છરી ક્યાં ફેંકી દીધી અને કોની પાસેથી છરી લીધી હતી સાથે જ હત્યામાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ જેને લઈ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : સાંસદ અને મેયર સાથે થયેલી રકઝક મામલે શું બોલ્યા Rivaba Jadeja ?


