Ahmedabad: ગુજરાત યુનિ. બાદ GTU માં પણ મહિલા કુલપતિ થઈ નિમણુંક, જાણો સમગ્ર અહેવાલ
- GTUના કુલપતિ પદે ડૉ.રાજુલ ગજ્જરની નિમણૂક
- ગુજરાત યુનિ. બાદ GTUમાં પણ મહિલા કુલપતિ
- ડૉ. રાજુલ ગજ્જરને બનાવાયા GTUના કુલપતિ
- LD એન્જીનીયરિંગ કોલેજના આચાર્ય તરીકે બજાવે છે ફરજ
- ડૉ. રાજુલ ગજ્જરનો કાર્યકાળ 3 વરસનો રહશે
- 31 ઓકટોબરે નિવૃત્ત થવાના હતા તે અગાઉ નિમણૂક
તાજેતરમાં જ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવા ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા કુલપતિની નિમણુંક કરવામાં આવ્યા બાદ હવે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં પણ મહિલા કુલપતિ તરીકે ડૉ. રાજુલ ગજ્જરની નિયુક્તિ કરવામાં આવી છે. હાલમાં તેઓ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ છે.
નોંધનીય છે કે, ડૉ. રાજુલ એપ્લાઇડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર રહી ચૂક્યા છે, 31 ઓક્ટોબરે રિટાયર્ડ થવાના હતા તે અગાઉ કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. અગાઉ 1 જૂન 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી GTUના ઇન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યા છે.
કોણ છે રાજુલ ગજ્જર
તમને જણાવી દઈએ કે, ડો. રાજુલ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ એ જ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપતા હતા. તો બીજી તરફ ગવર્નમેન્ટના આ સેક્ટરને લગતા પ્રોજેક્ટમાં પણ તેઓ મદદ કરતા હતા. જે બાદ તેઓ કમિશન ઓફ ટેક્નિકલ એજ્યુકેશનમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે જોડાયાં હતા. જેમાં સ્ટેટ લેવલની એન્જિનિયરિંગ કોલેજો સાથે કામ કરવાનું બનતું હતું. ડો. રાજુલ ગજ્જર એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે. છેલ્લા 38 વર્ષથી તેઓ એન્જિનિયરિંગ વ્યવસાયમાં યોગદાન આપી રહ્યાં છે.
ગુજરાત યુનિવર્સિટીના પહેલા મહિલા કુલપતિ
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની શોધ આખરે પુરી થઈ. ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે જુન મહિનામાં ડો.નીરજા ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી હતી. નીરજા ગુપ્તા હાલ મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત હતા. નીરજા ગુપ્તા અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટડી અબ્રોડના ડિરેક્ટર અને ભવન્સ કોલેજના આચાર્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં નીરજા ગુપ્તાએ સાંચી બૌદ્ધ-ભારતીય નોલેજ સ્ટડીઝ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું પદ સંભાળ્યું હતું.સાંચી યુનિવર્સિટીમાં જોડાતા પહેલા નીરજા ગુપ્તા આરએ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન,ખાનપુર, અમદાવાદ ખાતે પ્રોફેસર અને પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહી હતી.
આ પણ વાંચો-KUTCH : પાબીબેન ડોટકોમ બની બ્રાન્ડ, 300થી વધુ મહિલાઓને મળી ઓળખ