Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : દાગીના બનાવવા આપેલું 34 લાખનું સોનું લઈને માણેકચોકનો કારીગર થયો ફરાર

અહેવાલ -પ્રદિપ કચિયા ગુજરાત 1st અમદાવાદ અમદાવાદ શહેરનું સૌથી મોટું સોની બજાર એટલે માણેકચોક. અને આ માણેકચોકમાં ચોરી અને લૂંટની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક વખત માણેકચોકમાં 34 લાખનું સોનું લઈને એક કારીગર ફરાર થયો...
ahmedabad   દાગીના બનાવવા આપેલું 34 લાખનું સોનું લઈને માણેકચોકનો કારીગર થયો ફરાર
Advertisement

અહેવાલ -પ્રદિપ કચિયા ગુજરાત 1st અમદાવાદ

અમદાવાદ શહેરનું સૌથી મોટું સોની બજાર એટલે માણેકચોક. અને આ માણેકચોકમાં ચોરી અને લૂંટની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક વખત માણેકચોકમાં 34 લાખનું સોનું લઈને એક કારીગર ફરાર થયો છે.

Advertisement

Advertisement

માણેકચોકમાં અષ્ટમંગલ ઓર્નામેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની સોનાના દાગીના બનાવવાની પેઢી આવેલી છે. આ પેઢીના માલિક નીતિનકુમાર ગાંધી છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ધંધો કરી રહ્યા છે. લગભગ ત્રણ વર્ષ પહેલા નીતિન ગાંધીના સંપર્કમાં રતનપુર ખાતે આવેલા ઝવેરીવા પટણીની ખડકી પાસે સોનાના દાગીના નું કામ કરતો એક કારીગર સંપર્કમાં આવ્યો હતો. તપાસ કરતા એ કારીગર નું નામ બરૂન શેઠ કે જે છેલ્લા દસ વર્ષથી માર્કેટમાં કામ કરી રહ્યો છે જેના કારણે તેના પર વિશ્વાસ રાખીને કામ આપવાનું શરૂ કર્યું હતું. નિતીન કુમારે 1 ઓક્ટોબર ના રોજ કારીગર બરૂન શેઠને 951 ગ્રામ સોનાનું આપ્યું હતું કે જેના દાગીના બનાવવાના હતા.

બરુન શેઠે 9 ઓક્ટોબરના રોજ 951 ગ્રામ સોનામાં થી 316 ગ્રામ સોનાના દાગીના બનાવીને આપ્યા હતા. જ્યારે 635 ગ્રામ સોનાના દાગીના આપ્યા ન હતા. જે વિશે માલિક નીતિનકુમાર એ પૂછતા કારીગરે કહ્યું હતું કે મારી તબિયત નાદુરસ્ત છે જેથી થોડું મોડું થશે. દસ દિવસ બાદ કારીગર ફોન ન ઉપાડતા નીતિનકુમાર એ તેની દુકાને તપાસ કરવા ગયો હતો જ્યાં દુકાનની બહાર તાળું મારેલું હતું. અને જેના ઘર વિશે તપાસ કરી ત્યારે જે દુકાનમાં કામ કરતો હતો એ જ દુકાન ની અંદર રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને નીતિનકુમાર એ કારીગર બરૂન શેઠ સામે 34.66 લાખની કિંમતો 635 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયા હોવાની ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ  પણ  વાંચો -MORBI : વાઘપરા વિસ્તારમાં રાધા-કૃષ્ણ મંદિરમાં તોડફોડ,વિધર્મી યુવકની પોલીસે કરી ધરપકડ

Tags :
Advertisement

.

×