Amreli : પંથકમાં ખંડણીખોરોનો કાળો કેર! વધુ એક ઓડિયા વાયરલ, પોલીસની કાર્યવાહી સામે સવાલ
અમરેલી (Amreli) પંથકમાં પોલીસને પડકારતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમરેલીમાં ખંડણીખોરોનો કાળો કેર જોવા મળ્યો છે. માહિતી મુજબ, અમરેલીમાંથી ખંડણી માંગતો વધુ એક ઓડિયો વાઇરલ થયો છે. ખંડણીનો આ ઓડિયો વાઇરલ થતા પંથકમાં કાયદો વ્યવસ્થા પર સવાલ ઊઠ્યા છે. ખંડણીખોરોએ પેટ્રોલ પંપના માલિક બાદ હવે લીઝધારક પાસે ખંડણી માગી હોવાનો એક ઓડિયો વાઇરલ થયો છે.
અમરેલી (Amreli) પંથકમાં પોલીસની નાક નીચે ધાકધમકી-ખંડણીનો કારોબાર ચાલતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમરેલીમાં ખંડણીખોરો કોઈ પણ ડર વિના બેફામ બની કાયદો વ્યવસ્થાને પડકાર આપી રહ્યા છે. ખંડણીખોરોનો વધુ એક ઓડિયો સામે આવ્યો છે. પેટ્રોલ પંપ માલિક પાસે ખંડણી માગ્યા બાદ હવે લીઝધારક પાસે ખંડણી માગવામાં આવી છે. દરમિયાન, ખંડણીખોરોએ બેફામ ગાળો પણ ભાંડી હતી. માહિતી મુજબ, રાજેશ માંગરોળિયા નામના વેપારીએ આ મામલે ખનીજ ખાતામાં અરજી કરી છે અને ખંડણીખોરો સામે કાર્યવાહીની માગ કરી છે. અમરેલી પંથકમાં ખંડણીખોરોનો ખોફ સતત પ્રસરી રહ્યો છે. ત્યારે સવાલ થાય છે કે શું અમરેલી પોલીસે આંખ-કાન બંધ કરી દીધાં છે? શું ખંડણીખોરો સામે અમરેલી પોલીસ લાચાર બની છે?
અમરેલીમાં (Amreli) ખંડણી માંગતો વધુ એક ઓડિયો વાઇરલ થયા અમરેલી પોલીસ સવાલોના ઘેરામાં આવી છે. આ ઓડિયોમાં ખંડણીખોર લીઝધારક પાસે ખંડણી માગતા સંભળાય છે. સાથે જ ખંડણીખોર વેપારીને ડરાવી, ધમકાવી બેફામ ગાળો આપતા પણ સંભળાય છે. જો કે, આ ઓડિયો અંગે વધુ માહિતી સામે આવી નથી અને ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.
અમરેલી પોલીસને ગુજરાત ફર્સ્ટના વેધક સવાલ!
> ખંડણીખોરો સામે અમરેલી પોલીસ લાચાર છે?
> હપ્તાખોર પોલીસકર્મી અમરેલી પોલીસનું નામ ડૂબાડી રહ્યાં છે?
> ખંડણીખોરોના નેટવર્કને તોડી નાખવા અત્યાર સુધી કેમ એક્શન લેવાયું નહીં?
> મામલે અમરેલી પોલીસ દ્વારા ક્યારે એક્શન લેવાશે ?
> હદનું છે અમરેલીમાં ખંડણીખોરોનું નેક્સસ?
આ પણ વાંચો - Gujarat Congress : હવે આ નેતાએ કેસરિયો ખેસ ધારણ કર્યો, વાંચો વિગત


