Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : વૃક્ષ કાપનારા કોઈ હત્યારાથી ઓછા નથી! BJP અગ્રણીનો આક્રોશ

રાજ્યમાં કાળઝાળ ગરમીએ કહેર વર્તાવ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું છે. લોકો અંગ દઝાળતી ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં રેડ (Red alerts), ઓરેન્જ અને યલો એલર્ટની જાહેરાત કરી છે. આ કપરી પરિસ્થિતિને...
amreli   વૃક્ષ કાપનારા કોઈ હત્યારાથી ઓછા નથી  bjp અગ્રણીનો આક્રોશ
Advertisement

રાજ્યમાં કાળઝાળ ગરમીએ કહેર વર્તાવ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું છે. લોકો અંગ દઝાળતી ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં રેડ (Red alerts), ઓરેન્જ અને યલો એલર્ટની જાહેરાત કરી છે. આ કપરી પરિસ્થિતિને જોતા એક તરફ જ્યાં વૃક્ષો વાવવા જનજાગૃતિ અભિયાન ચલાવાય છે ત્યારે બીજી તરફ અમરેલીમાં (Amreli) આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા હોવાની વ્યથા સાથે ભાજપ અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

વૃક્ષો કાપવાનું કામ હત્યાથી ઓછું નથી : ગોપાલભાઈ ચમારડી

અમરેલી (Amreli ) જિલ્લાના લાઠી-બાબરાના ભાજપ (BJP) અગ્રણી ગોપાલભાઈ ચમારડીની (Gopalbhai Chamardi) વ્યથા સામે આવી છે. હાલ રાજ્યમાં આકરો તાપ અને ચામડી દઝાડતી ગરમી પડતી હોવા છતાં અમરેલી જિલ્લામાં આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે. ત્યારે આ અંગે ભાજપ અગ્રણી ગોપાલભાઈ ચમારડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel) પત્ર લખ્યો છે, જેમાં જિલ્લામાં વટવૃક્ષ કાપવાવાળી ગેંગ સક્રિય થઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ગોપાલભાઈએ પત્રમાં લખ્યું કે, વૃક્ષ કાપનારા કોઈ હત્યારાથી ઓછા નથી! આકરા તાપ અને અસહ્ય ગરમીમાં વૃક્ષો કાપનારનું કામ હત્યાથી ઓછું નથી.

Advertisement

પત્રમાં ગેંગના તમામ પુરાવા આપવાનો ઉલ્લેખ

આ સાથે ભાજપ (BJP) અગ્રણી ગોપાલભાઈ ચમારડી મુખ્યમંત્રીને ગેંગના તમામ પુરાવા આપવાની વાત પણ કહી છે. આ સાથે ગોપાલભાઈએ વનમંત્રી અને કૃષિમંત્રીને પણ પત્ર લખીને આ અંગે ત્વરિત અને કડક પગલાં લેવા રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ગરમીનો પારો રેકોર્ડ લેવલે પહોંચ્યો છે. કાળઝાળ ગરમીના કારણે રાજ્યમાં હિટસ્ટ્રોકના (Heatstroke) કેસોમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગે (Meteorological Department) પણ લોકોને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન જવા અને સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવા અપીલ કરી છે.

Advertisement

આ પણ વાંચો - Heat Stroke: સ્ટેડિયમમાં જવું ભારે પડ્યું! મેચ દરમિયાન 41 ક્રિકેટ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા

આ પણ વાંચો - Weather Update in Gujarat: રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત, 6 શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું

આ પણ વાંચો - Ahmedabad:AMC એ લીધો યુ ટર્ન, રેડમાંથી કર્યુ ઓરેન્જ એલર્ટ

Tags :
Advertisement

.

×