Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch SOG police: ભરૂચમાં વધુ એક ગેરકાયદેસર મની એક્સચેન્જ નેટવર્ક ઝડપાયું

Bharuch SOG police: ભરૂચમાં SOG પોલીસ દ્વારા આર્થિક આર્થિક ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ત્યારે ભરૂચના મહંમદપુરા અને પાલેજમાંથી ભરૂચમાં મની એક્સચેન્જ નેટવર્ક કાર્યરત હતું. ભરૂચ જિલ્લામાંથી દાયકાઓથી આગામી ચૂંટણીને લઈ પોલીસ વિભાગ તમામ સંદિગ્ધ અને ગેરકાનૂની...
bharuch sog police  ભરૂચમાં વધુ એક ગેરકાયદેસર મની એક્સચેન્જ નેટવર્ક ઝડપાયું
Advertisement

Bharuch SOG police: ભરૂચમાં SOG પોલીસ દ્વારા આર્થિક આર્થિક ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ત્યારે ભરૂચના મહંમદપુરા અને પાલેજમાંથી ભરૂચમાં મની એક્સચેન્જ નેટવર્ક કાર્યરત હતું. ભરૂચ જિલ્લામાંથી દાયકાઓથી આગામી ચૂંટણીને લઈ પોલીસ વિભાગ તમામ સંદિગ્ધ અને ગેરકાનૂની ગતિવિધિઓ પર વોચ રાખી રહ્યું છે.

  • SOG પોલીસે દરોડા પાડી રૂ. 56.22 લાખ જપ્ત કર્યા
  • વિવિધ દેશની currency મળી આવી
  • SOG પોલીસે આયકર વિભાગ અને ED સાથે પત્રકાર પરિષદ યોજી

SOG પોલીસે દરોડા પાડી રૂ. 56.22 લાખ જપ્ત કર્યા

ભરૂચમાં દાયકાઓથી ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના કૌભાંડ સમયાંતરે સામે આવતા રહ્યા છે. ત્યારે ફરી એકવાર SOG ભરૂચ પોલીસ દ્વારા ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં SOG પોલીસ દ્વારા બે સંચાલકોની રૂપિયા 56.22 લાખ સાથે ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

Bharuch SOG police

Bharuch SOG police

Advertisement

ભરૂચ Special operation group ના Inspector આંનદ ચૌધરીને મળેલી માહિતીના આધારે તેઓએ ટીમ સાથે શહેરના મહંમદપુરામાં દરોડા પાડ્યા હતા. આ તપાસમાં મોહમદ તલહા ઇબ્રાહિમ પટેલ ગેરકાયદે એક્સચેન્જમાં ઝડપાઇ ગયો હતો. દુકાનમાંથી 500 ના દરના બંડલો સાથે વિવિધ દેશની કરન્સી સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

વિવિધ દેશની currency મળી આવી

તે સાથે 8 આધારકાર્ડ, 4 ચૂંટનીકાર્ડ બે ડ્રાઇવિંગ લાયન્સ, મોબાઈલ મળી રૂપિયા 38.43 લાખ મળી આવ્યા હતા. જ્યારે બીજા દરોડામાં હાઈક્રોસ કોમ્પ્લેક્ષમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના સંચાલક ટંકારીયા આરીફ યુનુસ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાંથી 500 ના દરની નોટો સાથે વિદેશી કરન્સી મળી આવી હતી.

SOG પોલીસે આયકર વિભાગ અને ED સાથે પત્રકાર પરિષદ યોજી

જો કે Special operation group police એ રૂ. 500 ના 74 બંડલ, South african currency 33950 rand, 4530 US Dollar , 240 Canadian dollar, 301 saudi riyal, 19580 Pound સાથે કુલ રૂ. 56.22 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. જો કે આ રેડ બાદ SOG પોલીસ મથકે SDPO ચિરાગ દેસાઈએ ઇન્કમટેક્ષ અને ED સાથએ પત્રકાર પરિષદ યોજી હતી. ત્યારે માહિતી આપવામાં આવી હતી કે, આ નાણાં ક્યાથી આવ્યા, ક્યા પહોંચાડવાના અને ક્યા ઉપયોગમાં લેવાના હતા.

અહેવાલ દીનેશ મકવાણા

આ પણ વાંચો: Ahmedabad: દેશભરમાં વધી રહ્યું છે ધર્મ પરિવર્તનનું ષડયંત્ર, ભોગ બનેલી દીકરીઓએ જણાવી આપવીતી

Tags :
Advertisement

.

×