Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : હોળીકા દહન માટે વૈદિક હોળીનો સંકલ્પ, આ રીતે ઉજવાશે હોળી

અહેવાલ -દિનેશ મકવાણા- ભરૂચ  Bharuch : ફાગણી પૂર્ણિમાએ (Holi )હોળીકા દહન માટે સંખ્યાબંધ વૃક્ષોના નિકંદન કરી લાકડામાંથી હોળી પ્રગટાવવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વૃક્ષોનું નિકંદન ન થાય અને ગાયના છાણામાંથી વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તેવા હેતુથી તેમજ પર્યાવરણના...
bharuch   હોળીકા દહન માટે વૈદિક હોળીનો સંકલ્પ  આ રીતે ઉજવાશે હોળી
Advertisement
અહેવાલ -દિનેશ મકવાણા- ભરૂચ 
Bharuch : ફાગણી પૂર્ણિમાએ (Holi )હોળીકા દહન માટે સંખ્યાબંધ વૃક્ષોના નિકંદન કરી લાકડામાંથી હોળી પ્રગટાવવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વૃક્ષોનું નિકંદન ન થાય અને ગાયના છાણામાંથી વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તેવા હેતુથી તેમજ પર્યાવરણના બચાવ સાથે વૈદિક હોળી (Vedic Holi )માટે ગાયના છાણમાંથી છાણાઓ તૈયાર કરી બેરોજગારો અને રોજગારી મળે અને ગાય માતા પણ આત્મનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે
ભરૂચ (Bharuch )શહેરમાં પાંજરાપોળ શક્તિનાથ ખાતે કાર્યરત છે અને પાંજરાપોળમાં સંખ્યાબંધ મુંગા પશુઓ પણ આશરો મેળવી રહ્યા છે અને પાંજરાપોળમાં સંખ્યાબંધ ગૌવંશ (Gauvansh )રહેલા છે જેમના છાણમાંથી છાણા તૈયાર કરવા અને છાણા તૈયાર કરનારને રોજગારી મળે તેવા પ્રયાસો પણ પાંજરાપોળ દ્વારા કરવામાં આવ્યા છે આવનાર સમયમાં હોલિકા દહન માટે વૃક્ષોનું નિકંદન ન થાય અને હોળીકા દહન કરતા આયોજકો વૈદિક હોળી તરફ વળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ગાયના છાણમાંથી વૈદિક હોળી માટે છાણાઓ તૈયાર કરવા માટે ના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સંખ્યાબંધ છાણાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે રાત દિવસ છાણાઓ તૈયાર કરવામાં કારીગરો જોતરાઈ ગયા છે અને નહીં જેવા ભાવે છાણાંઓ હોળીકા દહનના આયોજકોને આપવામાં આવનાર છે
કોરોના જેવી મહામારીના સમયે ઓક્સિજનના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે પર્યાવરણ બચાવો અને ઓક્સિજનની ઉર્જા વધે તેવા હેતુથી હોળીમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તો ગાયના છાણાઓ માંથી પણ ઘણી ઉર્જા પ્રદુષણને મુક્ત કરી શકે તેમ હોય છે જેના કારણે ભરૂચ જિલ્લામાં લાકડાઓના બદલે ગાયના છાણામાંથી હોળી પ્રગટાવવામાં આવે અને પર્યાવરણ બચાવોનો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં હોળી દહન કરતા આયોજકો વૈદિક હોળી તરફ વળ્યા છે

આ  પણ  વાંચો  - Gondal : અક્ષરમંદિરમાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ,વિરપુર હોસ્પિટલમાં કરાયા દાખલ

આ  પણ  વાંચો  - Ahmedabad Crime News: EOW ના PI બી.કે. ખાચરે કોર્ટમાં અરજી કરી સહકાર આપવા કરી વિનંતી

Advertisement

આ  પણ  વાંચો  - હોળીના પર્વ પહેલા ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક નોંધાઈ

Advertisement

Tags :
Advertisement

.

×