Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur News: શોલે સ્ટાઇલથી યુવક ચડ્યો પાણીની ટાંકી પર પણ...

Chhota Udepur News: છોટાઉદેપુરના કવાંટ રોડ વિસ્તારમાં એક ચોંકાવનાર મામલો સામે આવ્યો છે. કવાંટ રોડ ઉપર એક સરકારી પાણીની ટાંકી છે. આ પાણીની ટાંકી પર એક યુવાન બપોરે આત્મહત્યા કરવાના ઈરાદે ચડ્યો હતો. આ યુવકનું નામ ઈમરાન હતું અને તે...
chhota udepur news   શોલે સ્ટાઇલથી યુવક ચડ્યો પાણીની ટાંકી પર પણ
Advertisement

Chhota Udepur News: છોટાઉદેપુરના કવાંટ રોડ વિસ્તારમાં એક ચોંકાવનાર મામલો સામે આવ્યો છે. કવાંટ રોડ ઉપર એક સરકારી પાણીની ટાંકી છે. આ પાણીની ટાંકી પર એક યુવાન બપોરે આત્મહત્યા કરવાના ઈરાદે ચડ્યો હતો. આ યુવકનું નામ ઈમરાન હતું અને તે ચિસ્તીયા ટાઉનના વિસ્તારમાં રહેતો હતો.

લોકો દ્વારા આત્મહત્યા ના કરવા પર લાખ સમજાવ્યો

Chhota Udepur News

Chhota Udepur News

Advertisement

અગમ્ય કારણોસર આત્મહત્યાના ઈરાદે ઉપર ચઢેલા યુવકને નીચે ઉતારવા સ્થાનિકો દ્વારા ઘણી મથામણ કરી હતી. અંતે, યુવક ન સમજતા લોકોએ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.
ત્યારે ફાયર સ્ટેશનને આ ઘટના અંગે જાણ થતાં અગ્નિશમન કેન્દ્રમાં બપોરે 1:20 વાગ્યે કવાંટ નાકા પાસે પાણીની ટાંકી પાસે પહોંચી ગયા હતા. ત્યારે યુવકને આત્મહત્યા ના કરવા પર સમજાવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Advertisement

યુવકન આશરે 50 ફૂંટની ઊંચાઈએથી જમીન પર પટકાયો

ત્યારે યુવક સમજીને નીચે ઊતરવા જતાં ટાંકી ઉપરથી નીચે પટકાતાં ગંભીર ઈજા તેને પહોંચી હતી. આ યુવક 50 ફૂટની ઊંચાઈએથી પટકાયો હતો. ત્યારે તે ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. તેને પ્રાથમિક સારવાર માટે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઇજાઓ હોવાના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Jetpur News: છાનેછપને વેચાતી ચાઇનીઝ દોરીનું ધમધોકાર વેચાણ

Tags :
Advertisement

.

×