Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotu Vasava: છોટુ વસાવાએ RSS, BJP અને Congress પર ધારદાર કટાક્ષ કર્યા, દીકરાને લઈ કહ્યું આ....

Chhotu Vasava: હાલમાં, દેશમાં લોકસભા ચૂંટમી 2024 (Lok Sabha Election) ની લહેર પ્રસરી છે. તેના કારણે દેશમાં દરેક વ્યક્તિઓની નજર આ વખતે કોણ ઉમેદવાર તરીકે પસંદ થશે અને કોઈ પાર્ટી જીત મેળવશે તેના પર બાજનજર રાખી રહ્યા છે. છોટુ વસાવાએ...
chhotu vasava  છોટુ વસાવાએ rss  bjp અને congress પર ધારદાર કટાક્ષ કર્યા  દીકરાને લઈ કહ્યું આ
Advertisement

Chhotu Vasava: હાલમાં, દેશમાં લોકસભા ચૂંટમી 2024 (Lok Sabha Election) ની લહેર પ્રસરી છે. તેના કારણે દેશમાં દરેક વ્યક્તિઓની નજર આ વખતે કોણ ઉમેદવાર તરીકે પસંદ થશે અને કોઈ પાર્ટી જીત મેળવશે તેના પર બાજનજર રાખી રહ્યા છે.

  • છોટુ વસાવાએ ભાજપ અને કોંગ્રેસ પર કર્યા કટાક્ષ
  • મહેશ વસાવાને મિસ ગાઈડ કરવામાં આવી રહ્યો
  • સમાજ વિરોધીઓ પક્ષને બદલતા રહે છે

ત્યારે માંડવીના ઉશ્કેર ગામમાં લગ્ન પ્રસંગમાં છોટુ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પ્રસંગના BJP અને RSS પર સામાજિક ક્ષેત્રને લઈને ધારદાર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં બનાવટી ચૂંટણી થાય છે. તો બીજી બાજુ આદિવાસી (Trible) લોકો બંધારણને યોગ્યરીતે સમજી રહ્યા નથી. તેના કારણે આજે પણ તેઓ ગુલામીની જિંદગી જીવી રહ્યા છે.

Advertisement

Chhotu Vasava

Chhotu Vasava

Advertisement

મહેશ વસાવાને મિસ ગાઈડ કરવામાં આવી રહ્યો

તે ઉપરાંત તેમણે પોતના નિવેદનમાં દીકતા મહેશ વસાવાના BJP માં જોડાવા અને આપના ઉમેદવાર ચૈતર વસાવા પર નિવેદન આપ્યું હતું. મહેશ વસાવા વિશે છોટુ વસાવા એ કહ્યું મહેશ નાસમજ છે. મિસ ગાઈડ કરવામાં આવી રહ્યો છે. હું નથી માનતો કે મહેશ BJP માં કે બીજે ક્યાંય જાય તો સમાજનું ભલું થાય.

સમાજ વિરોધીઓ પક્ષને બદલતા રહે છે

તેમણે વધુમાં કહ્યું કે, હું RSS નો વિરોધી છું. તેથી જો મારો દીકરો ભાજપમાં જોડાય કે પછી બીજું કોઈ પણ હું હંમેશા RSS અને BJP નો વિરોધ કરતો રહીશ. RSS, BJP અને Congress માં જે લોકો જોડાય છે. તેઓ સમાજ વિરોધી કે પછી ચાટવાની ટેવ હોય, ત્યારે પાર્ટીમાં જોડાય છે.

આ પણ વાંચો: Lok Sabha Seat Bhavnagar: ગુજરાતમાંથી વધુ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપના પક્ષમાં ઉભા થઈ શકે છે!

Tags :
Advertisement

.

×