Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત સહિત 3 રાજ્યમાં ભૂકંપના આંચકા , વાંચો અહેવાલ

ગુજરાત સહિત 3 રાજ્યમાં ભૂકંપના આંચકા કચ્છના રાપર નજીક 4.2ની તીવ્રતાનો ભૂકંપ ભૂકંપનું કેન્દ્રબિંગુ રાપરથી 19 કિલોમીટર દૂર કર્ણાટક અને તમિલનાડુમાં અનુભવાયા આંચકા કર્ણાટકના વિજયપુરામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ તમિલનાડુના ચેંગલપટ્ટમમાં ભૂકંપની તીવ્રતા 3.5   ગુજરાત સહિત 3  રાજ્યોમાં ભૂકંપ અનુભવાયો...
ગુજરાત સહિત 3 રાજ્યમાં ભૂકંપના આંચકા   વાંચો અહેવાલ
Advertisement

ગુજરાત સહિત 3 રાજ્યમાં ભૂકંપના આંચકા
કચ્છના રાપર નજીક 4.2ની તીવ્રતાનો ભૂકંપ
ભૂકંપનું કેન્દ્રબિંગુ રાપરથી 19 કિલોમીટર દૂર
કર્ણાટક અને તમિલનાડુમાં અનુભવાયા આંચકા
કર્ણાટકના વિજયપુરામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ
તમિલનાડુના ચેંગલપટ્ટમમાં ભૂકંપની તીવ્રતા 3.5

Advertisement

ગુજરાત સહિત 3  રાજ્યોમાં ભૂકંપ અનુભવાયો છે. જેમાં કચ્છ, મેઘાલય, તમિલનાડુ, કર્ણાટકમાં ભૂકંપ આવ્યો છે. ત્યારે કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 9 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

Advertisement

કચ્છીઓ ભૂકંપના આંચકાથી ધ્રુજ્યા

કચ્છીઓ ભૂકંપના આંચકાથી ધ્રુજ્યા છે. ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર રહ્યું છે. દેશમાં દિવસે દિવસે ભૂકંપની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. આજે ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં વહેલી સવારે 9 કલાકે કચ્છના રાપરમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા 4.2 હોવાની માહિતી છે.

મેઘાલયના શિલોંગમાં 3.8ની તીવ્રતા

મેઘાલયના શિલોંગમાં 3.8, કર્ણાટકના વિજયપુરમાં 3.1, તમિલનાડુ ચેંગલપચટ્ટમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભારતમાં વર્ષ 2023માં 124થી વધુ વાર હળવા અને મજબૂત ભૂકંપ આવ્યા છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યા છે. 2023માં ભૂકંપની ગતિવિધિમાં ભારે વધારો થવાનું મુખ્ય કારણ પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટનું સક્રિયકરણ હોવાનું કહેવાય છે. આ પ્રવૃત્તિને કારણે 24 જાન્યુઆરી, 2023 (M: 5.8), 3 ઓક્ટોબર, 2023 (M: 6.2), અને 3 નવેમ્બર, 2023 (M: 6.4) ના રોજ મજબૂત ધરતીકંપ આવ્યા છે.

આ  પણ  વાંચો-ગુજરાતની પ્રાકૃતિક ખેતી મોખરે, હેપ્પી ફેસિસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતીગાર

Tags :
Advertisement

.

×