Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : રાજકોટ અગ્નિકાંડના 72 કલાક બાદ 20 વર્ષીય યુવાનનો મૃતદેહ પરિવારને સોંપાયો

GONDAL : રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમા ગોંડલના બે આશાસ્પદ યુવાનોનો ભોગ લેવાયો છે. જે પૈકી ખરેડાના યુવાનની ઓળખ થયા બાદ 72 કલાક બાદ અન્ય ક્ષત્રીય યુવાનના DNA મેચ થતા મૃતદેહ પરીવારને સોપાયો છે. ગોંડલ તેમનાં નિવાસસ્થાનેથી ગઇકાલે મોડી સાંજે અંતિમ યાત્રા...
gondal   રાજકોટ અગ્નિકાંડના 72 કલાક બાદ 20 વર્ષીય યુવાનનો મૃતદેહ પરિવારને સોંપાયો
Advertisement

GONDAL : રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમા ગોંડલના બે આશાસ્પદ યુવાનોનો ભોગ લેવાયો છે. જે પૈકી ખરેડાના યુવાનની ઓળખ થયા બાદ 72 કલાક બાદ અન્ય ક્ષત્રીય યુવાનના DNA મેચ થતા મૃતદેહ પરીવારને સોપાયો છે. ગોંડલ તેમનાં નિવાસસ્થાનેથી ગઇકાલે મોડી સાંજે અંતિમ યાત્રા નીકળતા આંસુઓનો દરીયો વહ્યો હતો. મોટી સંખ્યામાં લોકો યુવકની અંતિમયાત્રામાં જોડાયા છે. પરીવારનાં આશાસ્પદ યુવાનની અણધારી વિદાયથી પરીવારમાં આક્રંદ છવાયુ છે.

અંતિમ યાત્રામાં ભારે હૈયે લોકો જોડાયા હતા

ગત શનિવારની ગોજારી સાંજે રાજકોટમાં ગેમજોનમાં સર્જાયેલ અગ્નીકાંડમાં મિત્રો સાથે ગયેલા શત્રુઘ્નસિહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.વ.20) દુર્ઘટનાનો ભોગ બન્યા છે. દુર્ઘટના બની ત્યારથી શત્રુઘ્ન સિંહ લાપતા હતા. 72 કલાક બાદ તેમનાં ડીએનએનો રિપોર્ટ આવતા મૃતદેહ પરીવારને સોંપાયો હતો. ગોંડલ આશાપુરા રોડ પર આવેલાં તેમનાં નિવાસસ્થાનેથી નિકળેલી અંતિમ યાત્રામાં ભારે હૈયે લોકો જોડાયા હતા. શત્રુઘ્નસિહ બે ભાઇઓના પરીવારમા મોટા હતા. રાજકોટ મારવાડી કોલેજમાં બી.સી.એ.નો અભ્યાસ કરતા હતા.

Advertisement

GONDAL થી ત્રણ મિત્રો ગેમઝોનમા ગેમ રમવા ગયા હતા

Advertisement

ગોંડલથી ત્રણ મિત્રો પૃથ્વીરાજસિંહ ઝાલા, સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા ગેમઝોનમાં ગેમ રમવા ગયા હતા. જેમાં આગ લાગતા પૃથ્વીરાજસિંહએ પતરા તોડી કૂદકો માર્યો હતો. તેના મિત્રો સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા બન્ને જીવતા ભૂંજાયા હતા. DNA ટેસ્ટના આધારે શત્રુઘ્નસિંહનો મૃતદેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો છે.

નાયબ મામલતદાર અને પોલીસ સ્ટાફે પરિવાજનોના ઘર સુધી મૃતદેહ પહોંચાડ્યો

કુવાડવાના PSI બી.વી. ભગોરા,બી.ડી. પરમાર (નાયબ મામલતદાર રાજકોટ) અને ગોંડલ નાયબ મામલતદાર મનીષભાઈ જોષી સહીતના અધિકારીઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મૃતક યુવાનના મૃતદેહને RMC ની શબ વાહીનીમાં યુવકના નિવાસ સ્થાન ગોંડલ સુધી પોહચાડયો હતો. પરિવારજનોને જરૂરી કાગળો કરી સોંપવામાં આવ્યો હતો.

દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી

પોતાના વહાલ સોયા દીકરાને ગુમાવનાર પરિજનોએ અગ્નિકાંડના દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી હતી જેથી કરીને અન્ય કોઈ પરિવારે પોતાનો જુવાન જો દીકરો ગુમાવવાનો વારો ન આવે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : Rajkot GameZone Tragedy : લાપતા લોકોના પરિવારજનો આ નંબર થકી કરી શકશે પોલીસ અધિકારીઓનો સંપર્ક

Tags :
Advertisement

.

×