Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal :રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા બાલાશ્રમની બાળાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી

અહેવાલ-વિશ્વાસ ભોજાણી ,ગોંડલ    રોટરી ક્લબ ગોંડલના સભ્યો તથા પરિવારજનો સાથે મળી છેલ્લા 13 વર્ષથી સતત બાલાશ્રમ ની દીકરીઓના હાથે રક્ષા બંધાવી તેમના આશીર્વાદ લઇ તેમજ મીઠું મોઢું કરાવી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.     બાલાશ્રમની દીકરીઓને ભેટ અપાઈ...
gondal  રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા બાલાશ્રમની બાળાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી
Advertisement

અહેવાલ-વિશ્વાસ ભોજાણી ,ગોંડલ 

Advertisement

રોટરી ક્લબ ગોંડલના સભ્યો તથા પરિવારજનો સાથે મળી છેલ્લા 13 વર્ષથી સતત બાલાશ્રમ ની દીકરીઓના હાથે રક્ષા બંધાવી તેમના આશીર્વાદ લઇ તેમજ મીઠું મોઢું કરાવી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.

Advertisement

બાલાશ્રમની દીકરીઓને ભેટ અપાઈ
રોટરી ક્લબ દ્વારા 20 બાળાઓને ડ્રેસ, ચંપલ, જ્વેલરી સેટ, મેકઅપ નો સામાન તેમજ ચોકલેટ બોક્સ આપવામાં આવ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાલાશ્રમ ની દરેક બાળાઓ તેમજ વૃદ્ધાશ્રમના ભાઈ બહેનનો સાથે રોટરી ક્લબના સભ્યો તથા પરિવારજનોએ સાથે મળી અલ્પાહાર લીધો હતો.

Image preview

રોટરી ક્લબ ના કેતન રૈયાણી તરફથી સર્વે બાળાઓને ડ્રેસ મટીરિયલ આપવામાં આવ્યું હતું અને દરેકને તેમનાં તરફથી અલ્પાહારની વ્યવસ્થા કરાવવામાં આવેલ હતી. તેમજ દિનુભાઈ પૂજા સેલ તરફથી દરેકને બાળાઓને ડાયમંડ નેકલેસ આપવામાં આવેલ હતા. અન્ય મેમ્બર જલ્પેશ રૈયાણી તરફથી દરેકને ચોકલેટના બોક્સ આપવામાં આવેલ તેમજ સભ્યો તરફથી કાર્યક્રમ માટે રોકડ સહયોગ મળેલ હતો.

Image preview

કલબ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિની માહિતી અપાઈ
રોટરી કલબના યોગેન્દ્ર જોશી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતુ અને રોટરી કલબ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃતિઓ વિશે ટૂંકમાં માહિતી આપી હતી. આજના રક્ષાબંધન કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન મનસુખલાલ રૂપારેલીયા, હિરેન રૈયાણી તથા મહેન્દ્રભાઈ સોજીત્રા હતા બધાએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Image preview
બાલાશ્રમ કમિટીના ચેરમેન અનિતાબેન રાજ્યગુરુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ક્લબના પ્રમુખ જીગર સાટોડીયા, સેક્રેટરી કીર્તિ પોકાર, રમેશ કારીયા, ચેતન કોટડીયા, જયેશ કાવઠીયા, રૂપેશ ગોલ, જીતેન્દ્ર માંડલીક જ્યોતીન જસાણી, હિતેશ રૈયાણી, જયદીપ પરડવા, ગીરીરાજ ધાકડ વગેરે સભ્યો હાજર રહ્યા હતા.
Tags :
Advertisement

.

×