Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal Ram Devotee: દિવ્યાંગ ગોંડલથી અયોધ્યા સાયકલ ચલાવી શ્રી રામના દર્શનાર્થે પહોંચ્યો

Gondal Ram Devotee: માણસ ધારે તો શું ન કરી શકે... આ યુક્તિને ગોંડલના યુવાને સાર્થક કરી બતાવી છે. આજે અયોધ્યા ખાતે દરરોજ લખો લોકો દર્શનાર્થે પહોંચ્યા છે. સામાન્ય રીતે ત્યાં સુધી પહોંચવામાં લોકો બસ, કાર, ટ્રેન, પ્લેન સહિત અલગ અલગ...
gondal ram devotee  દિવ્યાંગ ગોંડલથી અયોધ્યા સાયકલ ચલાવી શ્રી રામના દર્શનાર્થે પહોંચ્યો
Advertisement

Gondal Ram Devotee: માણસ ધારે તો શું ન કરી શકે... આ યુક્તિને ગોંડલના યુવાને સાર્થક કરી બતાવી છે. આજે અયોધ્યા ખાતે દરરોજ લખો લોકો દર્શનાર્થે પહોંચ્યા છે. સામાન્ય રીતે ત્યાં સુધી પહોંચવામાં લોકો બસ, કાર, ટ્રેન, પ્લેન સહિત અલગ અલગ પરીવહન મારફતે અયોધ્યા ખાતે પહોંચતા હોય છે.

  • થ્રી ટાયર સાયકલ લઈને અયોધ્યા પોહ પહોંચ્યા
  • નાનપણથી અયોધ્યા મંદિર ખાતે દર્શનની માનતા રાખી હતી
  • અયોધ્યા પોહચવા 45 દિવસ લાગ્યા

Gondal Ram Devotee

Advertisement

ગોંડલના યોગીનગરમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા સાથે છૂટક મજૂરી કામ કરી પેટિયું રળતા હરેશભાઈ એક પગેથી નાનપણથી વિકલાંગ છે. હરેશભાઈને પરિવારમાં માતા-પિતા મોરારજીભાઈનું 20 વર્ષ પહેલાં કેન્સરની બીમારીથી મૃત્યુ પામ્યા હતા. માતા તરલાબેનનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી મોત નીપજ્યું હતું. ત્યારથી તેઓ છેલ્લા 20 વર્ષથી એકલવાયું જીવન વિતાવે છે. ત્યારે અયોધ્યા રામ મંદિર ખાતે થ્રી ટાયર સાયકલ લઈ ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પોહચ્યા હતા.

Advertisement

નાનપણથી અયોધ્યા મંદિર ખાતે દર્શનની માનતા રાખી હતી

22 જાન્યુઆરીએ જ્યારે સમગ્ર દેશ અયોધ્યા રામ મંદિર નવનિર્માણના વધામણાં અને તેની ખુશીમાં ઝુમી રહ્યા હતા. ત્યારે ગોંડલના વિકલાંગ યુવાન હરેશભાઇ મોરારજીભાઈ પંડ્યાએ નાનપણથી સંકલ્પ કર્યો કે મારે સાયકલ લઈને અયોધ્યા જવું છે. ભગવાન શ્રી રામના દર્શન કરવા છે. ત્યારે ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિર ખાતે બિરાજતા તેઓ પોતાના સંકલ્પ પૂર્ણ કરવા થ્રી ટાયર સાયકલ પર અયોધ્યા જવા અને પોતાની માનતા પૂર્ણ કરવા નીકળી ગયા હતા.

Gondal Ram Devotee

અયોધ્યા પોહચવા 45 દિવસ લાગ્યા

ગોંડલના વિકલાંગ હરેશભાઈ તા. 4 ફેબ્રુઆરીના રોજ ગોંડલથી અયોધ્યા જવા માટે પોતાની થ્રી ટાયર સાયકલ લઈને નીકળ્યા હતા. આશરે દોઢ મહિના જેટલો સમય અયોધ્યા પોહચવા માટે લાગ્યો હતો. હરેશભાઈ દરરોજના 50 થી 60 કિમી જેવું હાથેથી પેન્ડલ મારી સાયકલ પર અંતર કાપી અયોધ્યા પોહચ્યા હતા. દિવસના સાવરે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સાયકલ ચલાવતા અને રાત્રીના આરામ કરતા હતા. 45 દિવસે તા. 29/3 ના મહામહેનતે અયોધ્યા પોહચ્યા હતા અને રામલલ્લા ને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: Amit Shah : બેક ટુ બેક રોડ શૉ બાદ વેજલપુરમાં સંબોધન, જાણો કેન્દ્રીય ગૃહમંત્રીએ શું કહ્યું ?

Tags :
Advertisement

.

×