Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Rituals Program: ગોંડલમાં શ્રી રમાનાથધામ ખાતે દસમો વાર્ષિક પાટોત્સવનો થયો પ્રારંભ

Gondal Rituals Program: શ્રી રમાનાથધામમાં આદ્યશક્તિ અંબાજી માતાજી સહિત પંચદેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની સ્મૃતિમાં દર વર્ષે પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 3 દિવસીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના ત્રીજા દિવસે 52 ગજની ધજા ચડાવાશે...
gondal rituals program  ગોંડલમાં શ્રી રમાનાથધામ ખાતે દસમો વાર્ષિક પાટોત્સવનો થયો પ્રારંભ

Gondal Rituals Program: શ્રી રમાનાથધામમાં આદ્યશક્તિ અંબાજી માતાજી સહિત પંચદેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની સ્મૃતિમાં દર વર્ષે પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 3 દિવસીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

  • કાર્યક્રમના ત્રીજા દિવસે 52 ગજની ધજા ચડાવાશે
  • 23 ફેબ્રુ. ના રોજ યોજાનાર કાર્યક્રમની યાદી
  • 24 ફેબ્રુ. ના રોજ યોજાનાર કાર્યક્રમની યાદી
  • વિવિધ દેશ-શહેરને આમંત્રણ અપાયું

કાર્યક્રમના ત્રીજા દિવસે 52 ગજની ધજા ચડાવાશે

જેમાં 11 યજ્ઞકુંડ સાથે શતચંડી મહાયજ્ઞમાં 21 બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન કરવામાં આવી રહ્યા છે. 11 યજમાન શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચનામાં જોડાયા છે. ત્રીજા દિવસે 52 ગજની ધજા ચડાવવામાં આવશે. સવારથી સાંજ સુધી વિવિધ ધાર્મિક પરંપરા અંતર્ગત કાર્યક્રમ સહિત રાત્રે 9.00 કલાકે જયદેવ ગોસાઈના કંઠે ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

Gondal Rituals Program

Gondal Rituals Program

Advertisement

23 ફેબ્રુ. ના રોજ યોજાનાર કાર્યક્રમની યાદી

23 ફેબ્રુઆરી શુક્રવાર દ્વિતીય દિવસના પ્રાત પૂજન સ્મૃતિ મંદિરે, ગણપતિ પૂજન, સૂર્ય અધ્યૅ પૂજન, સ્થાપિત દેવોનું પૂજન, પ્રધાન હોમ ચાલુ, સાય પૂજા, આરતી, પ્રાર્થના અને રાત્રે 9.00 કલાકે ભગવદ્દ સ્તુતિ ગાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

24 ફેબ્રુ. ના રોજ યોજાનાર કાર્યક્રમની યાદી

24 ફેબ્રુઆરી શનિવારે તૃતીય દિવસના પ્રાત પૂજન સ્મૃતિ મંદિરે, ગણપતિ પૂજન, સ્થાપિત દેવોનું પૂજન, રાજોપચાર પૂજા, પાત્રા સાધન, ધ્વજારોહણ, અન્નકોટ દર્શન સવારે 10.30 કલાકે, સ્થાપિત દેવોનું ઉત્તર પૂજન, હોમાત્મક શત, ચંડી યજ્ઞ અને ત્યાર બાદ 5 કલાકે બીડું હોમવાનું અને સાંજે 5.30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

વિવિધ દેશ-શહેરને આમંત્રણ અપાયું

આ ત્રીદિવસીય પાટોત્સવમાં સર્વે ભક્તજનોને પધારવા રમાનાથધામ ટ્રસ્ટ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. America, UK, Bombay, Ahmedabad, Porbandar, ભાણવડ સહિતના દેશ-વિદેશમાં વસતા ભક્તો દર્શને આવી પોહચશે.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: Bhavnagar : ‘આપ’ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના મુદ્દે ઘમાસાણ

Tags :
Advertisement

.