ઇસુદાન ગઢવી સામે FIR થતાં ગોપાલ ઇટલીયાએ ભાજપ પર કર્યા પ્રહાર, જુઓ Video
ગુજરાત આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેમ અમદાવાદમાં ઇસુદાન ગઢવી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાબત પર ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો વાયરલ થયો છે. તેમણે કહ્યું કે, ભાજપે તાનાશાહી ચાલુ કરી છે. જે રીતે ગુજરાતની જનતાએ 40...
Advertisement
ગુજરાત આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેમ અમદાવાદમાં ઇસુદાન ગઢવી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાબત પર ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો વાયરલ થયો છે.
તેમણે કહ્યું કે, ભાજપે તાનાશાહી ચાલુ કરી છે. જે રીતે ગુજરાતની જનતાએ 40 લાખ મત આપીને આમ આદમી પાર્ટીને આગળ વધવાની તક આપી ત્યારથી ભાજપ બોખલાયેલું છે અને તેમને ડર લાગ્યો છે કે કોઈપણ સંજોગોમાં આમ આદમી પાર્ટીને ખતમ કરવી છે. જુઠ્ઠી FIR કરવામાં આવે છે.
Advertisement
તેમણે વધુમાં જણાવ્યું કે, એકબાજુ દેશની મહિલા ખેલાડીઓ કોઈ મોત ગુંડાની સામે FIR કરાવવા ધારણા પર બેઠા છે છતાં ફરિયાદ નોંધવામાં નથી થતી. અહીં ઇસુદાનના એક સામાન્ય ટ્વિટ પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવે છે. જે બતાવે છે કે, તાનાશાહી અને સત્તાનો અંહકાર ચાલુ થઈ ગયો છે.
Advertisement


