Gujarat Budget : બજેટ પહેલા વિધાનસભાની મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચા, આટલા વાગે રજૂ કરાશે બજેટ
ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) ગઈકાલથી એટલે કે 1 ફેબ્રુઆરી, 2024 થી બજેટ સત્રની શરૂઆત થઈ છે. ત્યારે આજે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ( Finance Minister Kanubhai Desai) વર્ષ 2024-25નું વાર્ષિક બજેટ (Gujarat Budget) રજૂ કરશે. આ બજેટથી ગુજરાતના નાગરિકોને ખૂબ અપેક્ષા છે. ત્યારે રાજ્ય સરકારે પણ આ બજેટને સૌથી મોટું બજેટ ગણાવ્યું છે. નાણામંત્રી બજેટ રજૂ કરે તે પહેલા આજે સવારે 10 વાગે ગુજરાત વિધાનસભાની મહત્ત્વની બેઠક મળશે. પ્રશ્નોત્તરી કાળથી આ વિધાનસભા બેઠકની શરૂઆત થશે.
બજેટ પહેલા વિધાનસભાની મહત્ત્વપૂર્ણ બેઠક
આજે ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ રાજ્યનું વર્ષ 2024-25 માટેનું બજેટ (Gujarat Budget) રજૂ કરશે. આ બજેટ પર રાજ્યના દરેક નાગરિકની નજર રહેશે. આ બજેટને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે પણ આ બજેટને સૌથી મોટું અને મહત્ત્વનું બજેટ ગણાવ્યું છે. જણાવી દઈએ કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ત્રીજી વખત વિધાનસભામાં બજેટ રજૂ કરવાના છે. જો કે, બજેટ રજૂ થાય તે પહેલા આજે સવારે 10 વાગે વિધાનસભાની એક બેઠક (Assembly Meeting) યોજાવવાની છે. આ બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે. માહિતી મુજબ, આ બેઠકમાં મુખ્યમંત્રી હસ્તકના ગૃહ, માર્ગ-મકાન, શહેરી વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.
ગૌરવશાળી ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી @ADevvrat જીની અધ્યક્ષતામાં અને માનનીય વિધાનસભા અધ્યક્ષ શ્રી @ChaudhryShankar તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો શુભારંભ કરવામાં આવ્યો, ત્યારે આ સત્રમાં મંત્રીશ્રીઓ અને… pic.twitter.com/8VoPhl0tTu
— Kanu Desai (@KanuDesai180) February 1, 2024
રૂ. 3.30 લાખ કરોડના કદનું બજેટ
આજની વિધાનસભાની બેઠકમાં રમત ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ, વાહનવ્યવહાર સહિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. પ્રશ્નોત્તરી કાળ બાદ ગૃહમાં ખર્ચના પૂરકપત્રની રજૂઆત કરવામાં આવશે. અંદાજે સવારે 11.10 કલાકે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25 નું અંદાજપત્ર રજૂ કરશે. પ્રાપ્ત માહિતી મુજબ, આજનું બજેટ 3.30 લાખ કરોડની આસપાસના કદનું હોઇ શકે છે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિ તથા માળખાકીય સુવિધાઓ પર વધુ ભાર મૂકાશે. પહેલીવાર લોકસભાની ચૂંટણી (LokSabha elections) પહેલા રાજ્યનું પૂર્ણ કદનું બજેટ રજૂ કરાશે. બજેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નેતૃત્વમાં ગુજરાતનો આગામી 25 વર્ષનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ રોડ મેપમાં તમામ વર્ગોના કલ્યાણની અનેક વિધ યોજનાઓ, યુવા, કિસાનો, ગરીબ, આદિજાતિ, દલિત અને ઓબીસીના ઉત્કર્ષ માટેની નવી યોજનાઓનો સમાવેશ થશે. જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર 1 થી 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન 26 જેટલી બેઠકો યોજાશે.
આ પણ વાંચો - Gujarat Assembly : નાણાં મંત્રી કનુ દેસાઇ શુક્રવારે રજૂ કરશે પેપરલેસ બજેટ