Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Heatwave: ગરમીને લઈ આરોગ્ય વિભાગે જરૂરી સૂચનો જાહેર કર્યા: કૃષિમંત્રી રાઘવજી પટેલ

Heatwave ; હિટવેવ (Heatwave)ને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હીટવેવને લઈ રાજ્ય સરકાર ખૂબ જ ચિંતીત છે. હિટવેવ (Heatwave)ને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જે કોઈપણ જરૂરી સૂચનો છે તે જાહેર કરી દેવામાં આવ્યા...
heatwave  ગરમીને લઈ આરોગ્ય વિભાગે જરૂરી સૂચનો જાહેર કર્યા  કૃષિમંત્રી રાઘવજી પટેલ
Advertisement

Heatwave ; હિટવેવ (Heatwave)ને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હીટવેવને લઈ રાજ્ય સરકાર ખૂબ જ ચિંતીત છે. હિટવેવ (Heatwave)ને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જે કોઈપણ જરૂરી સૂચનો છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે. હીટવેવથી બચવા માટે ના સૂચનો અને જરૂરી પગલાં લેવા માટે ની સૂચના આરોગ્ય વિભાગ તરફથી લોકોને આપવામાં આવી છે.

Advertisement

માવઠા (Unseasonal Rain)ને કારણે ખેડૂતો (Farmer)ને થયેલા નુક્સાનને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે. વિભાગ તરફથી પણ માવઠા (Unseasonal Rain)ના કારણે ખેડૂતો (Farmer)ના પાકને થયેલું નુકસાન અંગેનો સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી હતી. 17 તારીખ સુધી માવઠા (Unseasonal Rain)ની આગાહી હતી. જો કે  હવામાન વિભાગે અગાઉ કરવામાં આવેલી આગાહીના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મીટીંગ બોલાવી હતી. જે મિટિંગમાં જરૂરી પગલાં લેવા માટેના સૂચનો અધિકારીઓને કર્યા હતાં.

Advertisement

સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ

જૂનાગઢના વંથલી પંથકમાં રાત્રિના સમયે ફૂંકાયેલા ભારે પવનના કારણે કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. વંથલીના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો છે. હજુ પણ 24 કલાક તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કેરીના ઉત્પાદન માટે ખેડૂતોને વીઘા દીઠ બે હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જોકે માવઠુ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એક તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હતું. તેમાંય હવે માવઠુ વરસતા ઉત્પાદનમાં વધુ ઘટાડાનો અંદાજ છે. કેરી પકવતા ખેડૂતોએ સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે.

આ  પણ  વાંચો  - madrasa Survey : આચાર્ય પર હુમલા મામલે 2 ની ધરપકડ, BJP નેતાએ કહ્યું- મદરેસામાં આવી ઘટના..!

આ  પણ  વાંચો  - Rajkot: શક્તિસિંહના BJP પર ધારદાર પ્રહાર, કહ્યું- અંધભક્તો જ BJP નું…!

આ  પણ  વાંચો  - VADODARA : DEO કચેરી દ્વારા મદરેસાઓમાં સર્વે હાથ ધરાયો

Tags :
Advertisement

.

×