Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jetpur : પ્રેમિકાને પામવાં તેના પતિની પ્રેમીએ કરી હત્યા, પછી આત્મહત્યામાં ખપાવવા બનાવ્યો માસ્ટર પ્લાન

રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં થોડા દિવસ પહેલા રેલવે ટ્રેક પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસ કાર્યવાહી કરી મૃતકની સાથે કામ કરતા શખ્સની ધરપકડ કરી છે. આરોપી શખ્સની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી યુવકનાં મૃતકની પત્ની...
jetpur   પ્રેમિકાને પામવાં તેના પતિની પ્રેમીએ કરી હત્યા  પછી આત્મહત્યામાં ખપાવવા બનાવ્યો માસ્ટર પ્લાન
Advertisement

રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં થોડા દિવસ પહેલા રેલવે ટ્રેક પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસ કાર્યવાહી કરી મૃતકની સાથે કામ કરતા શખ્સની ધરપકડ કરી છે. આરોપી શખ્સની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી યુવકનાં મૃતકની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાથી હોવાથી પતિને રસ્તામાંથી હટાવવા મોતને ઘાટ ઉતારી રેલવે ટ્રેક પર મૃતદેહ મૂકી આરોપી ફરાર થયો હતો અને હત્યાને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. આ મામલે પાલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરપ્રાંતીય યુવક 5 વર્ષ પૂર્વે મજૂરી કામ માટે જેતપુર આવ્યો હતો

જેતપુર શહેરના જનતા નગરમાં રહેતો મૂળ યુપીના મીરજાપુર જિલ્લાના ભડેવલ ગામનો બબલુ બિંડ (ઉં. 45) નામનો પરપ્રાંતીય યુવક 5 વર્ષ પૂર્વે જેતપુર (Jetpur) શહેરમાં કારખાનાંઓમાં મજૂરી કામ માટે આવ્યો હતો. અહીં, તેમના બે સાળાઓ અને કૌટુંબિક દીયર મનોજ બિંડ નામનો વ્યક્તિ પહેલાથી જ કારખાનાંમાં કામ કરતા હોવાથી તે બધા સાથે રહેતા હતાં. બાદમાં ત્રણેક વર્ષ પૂર્વે બબલુની પત્ની મીતા બે પુત્રી અને એક પુત્ર સાથે અહીં આવી જતા તમામ લોકો સાથે રહેતા હતા.

Advertisement

કૌટુંબિક દીયર કરી હત્યા પછી આત્મહત્યામાં ખપાવવા કર્યો પ્રયાસ

ગત તારીખ 26 જૂને બબલુ ઠેકેદાર શિવદાની સાથે એમ્પોરિયમ ટેક્ષટાઇલમાં કામ કરવા ગયો હતો. વહેલી સવારે કૌટુંબિક દીયર મનોજ ઘરે આવીને મીતાને જગાડીને કહ્યું કે મનોજ રેલવે ટ્રેક પર પાટા પાસે પડ્યો છે. તેને ટ્રેનની ટક્કરે માથાનાં તથા શરીરના અન્ય ભાગમાં ઇજા પહોંચી છે. બબલુને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ, રાજકોટ (Rajkot) અને ત્યાર બાદ અમદાવાદની (Ahmedabad) હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્રણ દિવસની સારવાર બાદ બબલુનું મોત થયું હતું. પીએમ કરાવી અંતિમ વિધિ માટે વતનમાં લઈ જવામાં આવ્યો હતો. બબલુના મોતને કારણે તેનો કૌટુંબિક ભાઈ આરોપી મનોજ પણ વતનમાં સાથે આવ્યો હતો.

Advertisement

પ્રેમિકાએ ફરિયાદ કરતા ભાંડો ફૂટ્યો

મૃતકની અંતિમવિધિ પૂર્ણ થતાં તેના સંતાનો જેતપુર હોવાથી મીતા સંતાનોને લેવા માટે મનોજ સાથે ટ્રેનમાં જેતપુર આવતી હતી. ત્યારે તેણી ટ્રેનમાં રડતી હતી. આ જોય મનોજે કહ્યું કે, તું રડિશ નહિ હું તારી સાથે લગ્ન કરીશ અને તારા સંતાનોને પણ સાથે રાખીશ અને આપણે પાંચેક વર્ષથી સબંધ તો છે જ. અને તારી સાથે લગ્ન કરવા જ મેં તારા પતિ બબલુની હત્યા કરી નાંખી છે. આ સાંભળી મીતા ખૂબ ડરી ગઈ અને અનૈતિક સંબંધને કારણે પતિની હત્યા થઈ તે વાત બધાને જાણ થશે તો પરિવારની બદનામી થશે, તે ડરે તેણીએ પોલીસ ફરિયાદ કરી નહોતી. જો કે, ખૂબ હિંમત કરી પોલીસ સ્ટેશને આવી અનૈતિક સંબંધમાં પોતાને પામવા કૌટુંબિક દીયરે પતિ બબલુની હત્યા કરી હોવાની સીટી પોલીસમાં (Jetpur City Police) ફરિયાદ કરતા પોલીસે આરોપી મનોજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અહેવાલ : હરેશ, જેતપુર

આ પણ વાંચો - Gondal : ચડ્ડી-બનિયાનધારી ગેંગનો આતંક, એક સાથે 5 કારખાનામાં કરી ચોરી, CCTV માં થયા કેદ

આ પણ વાંચો - Dahod : લ્યો બોલો… બુટલેગરની મદદ પોલીસ કરતી હતી ? Dy. SP ના ડ્રાઈવર ની અટકાયત

આ પણ વાંચો - Bharuch : સો. મીડિયાથી સંપર્કમાં આવ્યા, પ્રેમ થતાં સગીર કિશોરી સગીર પ્રેમી સાથે ભાગી, આ રીતે ઝડપાયા

Tags :
Advertisement

.

×