Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : મહાતોડકાંડમાં આરોપી તરલ ભટ્ટને બેંક એકાઉન્ટની વિગતો આપનાર બુકીઓ પર ATS નો સકંજો

જૂનાગઢ (Junagadh) મહાતોડકાંડના મુખ્ય આરોપી અને સસ્પેન્ડ PI તરલ ભટ્ટની (PI Taral Bhatt) ATS દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તરલ ભટ્ટના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. માહિતી મુજબ, તરલ ભટ્ટને બેંક એકાઉન્ટની વિગતો આપનાર બુકીઓ હવે એટીએસના...
junagadh   મહાતોડકાંડમાં આરોપી તરલ ભટ્ટને બેંક એકાઉન્ટની વિગતો આપનાર બુકીઓ પર ats નો સકંજો
Advertisement

જૂનાગઢ (Junagadh) મહાતોડકાંડના મુખ્ય આરોપી અને સસ્પેન્ડ PI તરલ ભટ્ટની (PI Taral Bhatt) ATS દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તરલ ભટ્ટના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. માહિતી મુજબ, તરલ ભટ્ટને બેંક એકાઉન્ટની વિગતો આપનાર બુકીઓ હવે એટીએસના સકંજામાં આવ્યા છે. મુંબઈ અને અમદાવાદના સિંધુ ભવન રોડ પરના બુકીઓ પર એટીએસ સકંજો કસ્યો છે.

આરોપી તરલ ભટ્ટની (PI Taral Bhatt) પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, અમદાવાદ (Ahmedabad) અને મુંબઇના (Mumbai) બુકીઓએ તરલ ભટ્ટને બેંક એકાઉન્ટની વિગતો આપી હતી. આ બુકીઓની ઓખળ દીપ અને યુવરાજ તરીકે થઈ છે. એક બુકી મુંબઈમાં તો બીજો અમદાવાદના સિંધુ ભવન ખાતે હોવાની માહિતી મળી છે. એટીએસ દ્વારા આ બંને આરોપી પર સકંજો કસવામાં આવ્યો છે. એટીએસએ બંને બુકીઓની શોધખોળ આદરી છે. જો કે, આ કેસમાં એટીએસના અકળ મૌનથી અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે.

Advertisement

પોલીસે તરલ ભટ્ટ પાસેથી પૂરાવા કબજે કર્યા

જૂનાગઢ (Junagadh) મહાતોડકાંડ મામલે ગુજરાત ATS દ્વારા મુખ્ય આરોપી પીઆઈ તરલ ભટ્ટની રિમાન્ડ હેઠળ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અગાઉ તરલ ભટ્ટ પાસેથી પોલીસ પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ અને 3 મોબાઈલ કબજે કરવામાં સફળ રહી હતી. જૂનાગઢ SOG ઓફિસમાંથી 2 કોમ્પ્યુટર અને 1 પેનડ્રાઈવ કબજે કરવામાં આવી હતી, જેને FSL માં મોકલવામાં આવી છે. કબજે કરેલ તમામ ઇલેક્ટ્રોનિક ગેઝેટમાંથી ડેટાનું એનાલિસિસ કરવામાં આવશે. એટીએસ દ્વારા તોડકાંડના અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ બેંકો પાસે બેન્ક એકાઉન્ટની વિગતો પણ ATSએ મંગાવી છે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર અને આરોપી દીપેન અને ધ્રુમિલ શાહની પૂછપરછમાં મોટા ખુલાસા

Tags :
Advertisement

.

×