Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

KUTCH : મફતમાં કામ કરવાનો ઇનકાર કરતા ઝનૂની શખ્સે 12 ઝૂંપડા ફૂંકી માર્યા

KUTCH : કચ્છ (KUTCH) ના અંજારમાં ઝનુની શખ્સે 12 પરિવારોના ઝૂંપડા ફૂંકી મારી તેમને રસ્તા પર લાવી દીધા હોવાની શર્મસાર કરતી ઘટના બની છે. આ ઘટનામાં મજૂરોનો વાંક એટલો જ હતો કે, તેમણે મફતમાં કામ કરવાની ના પાડી દીધી હતી....
kutch   મફતમાં કામ કરવાનો ઇનકાર કરતા ઝનૂની શખ્સે 12 ઝૂંપડા ફૂંકી માર્યા
Advertisement

KUTCH : કચ્છ (KUTCH) ના અંજારમાં ઝનુની શખ્સે 12 પરિવારોના ઝૂંપડા ફૂંકી મારી તેમને રસ્તા પર લાવી દીધા હોવાની શર્મસાર કરતી ઘટના બની છે. આ ઘટનામાં મજૂરોનો વાંક એટલો જ હતો કે, તેમણે મફતમાં કામ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ ઝનુની શખ્સે પોતાનુ પોત પ્રકાશ્યું હતું. અને ઝૂંપડામાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગના હવાલે કરી દીધા હતા. આ ઘટમાં એક બિલાડી અને તેના 7 જેટલા બચ્ચાઓ આગ હવાલે થઇ ગયા હતા.

કમકમાટીભરી ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી મુકી

કચ્છના અંજારમાં ઝનુની શખ્સ દ્વારા 12 ઝૂંપડાને આગ (FIRE) ના હવાલે કરી અનેક પરિવારોને બેઘર કરી દેવાની ઘટના સામે આવી છે. મોહંમદ રફીક નામના કુંભારનું કામ મફતમાં કરી આપવાનો મજૂરોએ ઇનકાર કરતા તેણે ઝૂંપડાને આગના હવાલે કર્યા છે. આ હેવાનિયતમાં 12 જેટલા ઝૂંપડા આગમાં ખાખ થયા છે. અને એક બિલાડી અને તેના સાત બચ્ચા આગમાં હોમાયા છે. આ કમકમાટીભરી ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી મુકી છે.

Advertisement

મજૂરો મફતમાં કામ કરવાની સ્પષ્ટ ના પાડી દે છે

આ ઘટના અંગે સ્થાનિક રહીશ દિનેશ જોગી જણાવે છે કે, મોહંમદ રફીક શનિવારે રાત્રે સાઇટ પર આવે છે. અને મજૂરોને મફતમાં કામ કરવા માટે દબાણ આપે છે. જો કે, મજૂરો તેને મફતમાં કામ કરવાની સ્પષ્ટ ના પાડી દે છે. જે બાદ તેણે મિજાજ ગુમાવતા જ્વલનશીલ પ્રવાહી જેવું લઇને આવે છે. અને મજૂરોના 12 ઝૂંપડાઓ પર છાંટે છે. જે બાદ થોડીક જ વારમાં ભીષણ આગ લાગે છે. આ આગમાં કોઇ કંઇ સમજી શકે તે પહેલા જ તમામ ઝૂંપડાઓને લપેટમાં લઇ લે છે.

Advertisement

એક પછી એક પરિવારો બહારની તરફ દોટ મુકે છે

તેઓએ ઉમેર્યું કે, આગ લગાડીને દિનેસ જોગી સ્થળ પરથી ભાગી જાય છે. આગના કારણે વિસ્તારમાં ભારે હાહાકીરી મચી જાય છે. અને આગથી બચવા માટે એક પછી એક પરિવારો બહારની તરફ દોટ મુકે છે. મજૂરો આ માનવસર્જિત આગમાં પોતાનો જે સામાન હાથમાં આવ્યો તે લઇને બહાર નિકળી જાય છે. આ આગમાં મોટા ભાગની વસ્તુઓ હોમાઇ જાય છે. સાથે જ એક બિલાડી અને તેના સાત બચ્ચા પણ આગમાં જ સગળી જાય છે. આમ, અનેક પરિવારોની સામે જ આગનું તાંડવ બધુ બળીને ખાખ કરી મુકે છે.

અગ્નીની જ્વાળાઓએ જીવ તાળવે ચોંટાડ્યા

સુત્રો જણાવે છે કે, ઝૂંપડાઓ ઉપર વિજ કંપનીની લાઇન પસાર થાય છે. જ્યાં સુધી અગ્નીની જ્વાળાઓ પહોંચતા લોકોના જીવ તાળવે ચોંટે છે. અને મોટી અનહોનીની દહેશત છવાઇ જાય છે. તેવામાં ફાયર વિભાગના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને મામલો કાબુમાં લે છે. સ્થાનિક પોલીસે હવે આરોપી કુંભારની ધરકપડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --AHMEDABAD : પોલીસકર્મીની સગીર પુત્રી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ

Tags :
Advertisement

.

×