Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch: માંડવી બીચ ખાતે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અંતર્ગત સફાઇ અભિયાન કાર્યક્રમ યોજાયો

અહેવાલ.કૌશિક છાયા.ક્ચ્છ ક્ચ્છ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લિન- અપ ડે 2023 અંતર્ગત માંડવી બીચ પર સ્વચ્છતા અભિયાન સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર" યોજવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાન મરીન લીટર પ્રોગ્રામનું નિર્દેશન કરનાર ડો. પ્રભાકર મિશ્રા, રાષ્ટ્રીય...
kutch  માંડવી બીચ ખાતે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અંતર્ગત સફાઇ અભિયાન કાર્યક્રમ યોજાયો
Advertisement

અહેવાલ.કૌશિક છાયા.ક્ચ્છ

ક્ચ્છ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લિન- અપ ડે 2023 અંતર્ગત માંડવી બીચ પર સ્વચ્છતા અભિયાન સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર" યોજવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાન મરીન લીટર પ્રોગ્રામનું નિર્દેશન કરનાર ડો. પ્રભાકર મિશ્રા, રાષ્ટ્રીય સંયોજક,નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ 'મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સ'ના સહયોગથી હાથ ધરવામાં આવ્યું.

Advertisement

Image preview

Advertisement

માંડવીની શેઠ શ્રી શૂરજી વલ્લભદાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય, સિક્યોર નેચર એક એનજીઓના પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. આ સાથે સંશોધક અને વૈજ્ઞાનિક સંસ્થા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીએ પણ ભાગ લીધો હતો. આ ઈવેન્ટ દરમિયાન ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ડેઝર્ટ ઈકોલોજીના ડાયરેક્ટર ડૉ. વી. વિજય કુમાર ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને માંડવી નગર પાલિકાના અધિકારી અને કર્મચારીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં શ્રી હરેશ વિંઝોડા, પ્રમુખ માંડવી નગરપાલિકા મુખ્ય મહેમાન તરીકે જોડાયા હતા અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં લગભગ ૧૦૦ લોકોએ ભાગ લીધો અને વિવિધ કેટેગરીના કુલ ૬૦૦ કિગ્રા દરિયાઈ કચરો એકત્રિત કરાયો હતો.

Image preview

કાર્યક્રમનું સંકલન ડૉ. દુર્ગા પ્રસાદ બેહેરા, વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ષની આ ઇવેન્ટ G20 ઇવેન્ટ સાથે પણ એકરુપ છે અને ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ "આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે" ના રોજ સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર" વિશે જાગૃતિ લાવવા માટે દેશભરના ૪૦ બીચ પર વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું.

આ  પણ  વાંચો -અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ જરૂરતમંદ ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ ભોજન

Tags :
Advertisement

.

×