Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LOKSABHA ELECTION : છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ચિત્ર થયું સ્પષ્ટ, છ ઉમેદવારો ચૂંટણી મેદાને

LOKSABHA ELECTION :  લોકસભા સામાન્ય ચૂંટણી 2024 (LOKSABHA ELECTION) અંતર્ગત છોટાઉદેપુર (Chotaudepur)લોકસભા ચૂંટણીની ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થતાં આજે અંતીમ યાદીમાં 21 છોટાઉદેપુર લોકસભા બેઠક માટે 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. ત્યારે ઉમેદવારોને પ્રતિકની...
loksabha election   છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ચિત્ર થયું સ્પષ્ટ  છ ઉમેદવારો ચૂંટણી મેદાને
Advertisement

LOKSABHA ELECTION :  લોકસભા સામાન્ય ચૂંટણી 2024 (LOKSABHA ELECTION) અંતર્ગત છોટાઉદેપુર (Chotaudepur)લોકસભા ચૂંટણીની ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થતાં આજે અંતીમ યાદીમાં 21 છોટાઉદેપુર લોકસભા બેઠક માટે 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. ત્યારે ઉમેદવારોને પ્રતિકની ફાળવણી કરાઈ.

Advertisement

છોટાઉદેપુર  06 ઉમેદવારો ચૂંટણીના મેદાને

છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 (LOKSABHA ELECTION) અંતર્ગત છોટાઉદેપુર લોકસભા બેઠક માટે આગામી તા. 7 મી મે ના રોજ મતદાન થનાર છે. જેના માટે કુલ 18 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી ઉમેદવારી પત્રોની ચકાસણી થતા 05 ઉમેદવારી પત્રો રદ થયા હતા. આજ રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે એકપણ ઉમેદવારી પત્ર પરત ન ખેંચાતા 21- છોટાઉદેપુર લોકસભા બેઠક માટેના ચૂંટણી જંગમાં 06 ઉમેદવારો રહ્યા છે. આ 06 ઉમેદવારોને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી માટે પ્રતિક ફાળવવામાં આવ્યા છે. કુલ 06 ઉમેદવારોની આખરી યાદી જોઈએ

Advertisement

  1. જશુભાઈ ભીલુભાઈ રાઠવા (ભારતીય જનતા પાર્ટી) - કમળ
  2.  સુખરામભાઈ હરિયાભાઈ રાઠવા (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) - કોંગ્રેસ
  3. સોમાભાઈ ગોકળભાઈ ભીલ (બહુજન સમાજ પાર્ટી) - હાથી
  4.  રણછોડભાઈ તડવી (ભારતીય બહુજન કોંગ્રેસ) - ઓટો રીક્ષા
  5.  ફુરકનભાઈ બલજીભાઈ રાઠવા (માલવા કોંગ્રેસ) - ગન્ના કિસાન
  6.  મુકેશભાઈ નુરાભાઈ રાઠવા (અપક્ષ) - કોમ્પ્યુટર

છોટાઉદેપુર લોકસભા બેઠકનો રાજકીય માહોલ એકંદરે ભર શિયાળાથી ગરમાતો આવ્યો છે. અને ચૂંટણીના પડઘમ વાગતા ની સાથે જ તેમાં જોમ અને જુસ્સો પુરાયો છે. ઉમેદવારો પોતાના પ્રચાર અભિયાનમાં જોતરાયા છે. અને હાલ ચાલી રહેલ લગ્નસરા એ ઉમેદવારો માટે સાનુકૂળ પરિસ્થિતિ રચી દીધી છે.

અહેવાલ -તૌફિક શેખ -છોટાઉદેપુર 

આ  પણ  વાંચો - CR Patil : સુરતમાં ઐતિહાસિક જીત બાદ CR પાટીલના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- પોતાની ભૂલો છુપાવવા માટે..!

આ  પણ  વાંચો - Surat : BJP ની ઐતિહાસિક જીત! મુકેશ દલાલ બન્યા બિનહરીફ સાંસદ, સત્તાવાર રીતે અપાયું જીતનું સર્ટિફિકેટ

આ  પણ  વાંચો - Rahul Gandhi : ગુજરાતમાં BJP ઉમેદવારની જીત પર રાહુલ ગાંધીનું રિએક્શન, જાણો શું કહ્યું…

Tags :
Advertisement

.

×