Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Lotus : 'મોદી કા પરિવાર' માં કોંગ્રેસના આ ચાર દિગ્ગજ નેતાઓ જોડાયા

Operation Lotus : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા જ્યાં એક તરફ ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) ભંગાણ થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) માં ભરતી મેળો શરૂ થયો છે. આજે કોંગ્રેસના કુલ ચાર નેતાઓ ભાજપમાં...
operation lotus    મોદી કા પરિવાર  માં કોંગ્રેસના આ ચાર દિગ્ગજ નેતાઓ જોડાયા
Advertisement

Operation Lotus : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા જ્યાં એક તરફ ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) ભંગાણ થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) માં ભરતી મેળો શરૂ થયો છે. આજે કોંગ્રેસના કુલ ચાર નેતાઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia), અંબરીશ ડેર (Ambarish Der) કોંગ્રેસના ઉપપ્રમુખ ભુપેન્દ્રસિંહ ચૌહાણ (Bhupendrasinh Chauhan) અને આહિર સમાજના દિગ્ગ્જ નેતા મૂળુ કંડોરિયાએ (Mulu Kandoria) કેસરિયો કર્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાત કરતા પોરબંદરવાસીઓએ જણાવ્યું કે તેમણે અર્જુન મોઢવાડિયાના આ નિર્ણયને આવકાર્યો છે.

Advertisement

આજે ગાંધીનગરમાં (Gandhinagar) પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની (C.R. Patil) હાજરીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના (Porbandar) પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia), રાજુલાના (Rajula) પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર (Ambarish Der), આહિર સમાજના દિગ્ગ્જ નેતા મૂળુ કંડોરિયા અને કોંગ્રેસના ઉપપ્રમુખ ભુપેન્દ્રસિંહ ચૌહાણે કેસરિયો કર્યો હતો. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ ચારેય નેતાઓને ભાજપનો ખેસ પહેરાવીને તેમનું પાર્ટીમાં સન્માન સાથે સ્વાગત કર્યું હતું.

Advertisement

આ કાર્યક્રમમાં ભાજપના વિવિધ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, NSUI-યૂથ કોંગ્રેસના હોદ્દેદારો મોટા પ્રમાણમાં ભાજપમાં (Operation Lotus) જોડાયા છે. બે દિવસ પૂર્વે NSUI ના હોદ્દેદારોએ પક્ષમાંથી રાજીનામા આપ્યા હતા. બીજી તરફ અર્જુન મોઢવાડિયાના ભાજપમાં જોડાતા પોરબંદરવાસીઓમાં બારે ખુશી જોવા મળી રહી છે. ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ પોરબંદર પહોંચી હતી અને સ્થાનિકો સાથે વાત કરી હતી. પોરબંદરવાસીઓએ જણાવ્યું કે, પોરબંદરવાસીઓએ અર્જુન મોઢવાડિયાના આ નિર્ણયને આવકાર્યો છે. હવે પોરબંદરમાં (Porbandar) વિકાસના કામો ઝડપથી આગળ વધશે. પોરબંદરને હવે ઘણો ફાયદો થશે.

આ પણ વાંચો - Gujarat Congress : વધુ એક નેતાએ પાર્ટીને કહ્યું ‘રામ રામ’, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.

×