Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Palanpur Demolition: પાલનપુર નગરપાલિકા પર પોલીસની હાજરીમાં ઝૂંપડાઓ પાડતા કર્યો પથ્થરમારો

Palanpur Demolition: રાજ્ય સરકાર વિકસિત ભારત (Viksit Bharat) ના કાર્યો અંતર્ગત દબાણને લઈ સખત વલણ અપનાવામાં આવ્યું છે. તેથી રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા દબાણો (Demolition) દૂર કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સરકારી...
palanpur demolition  પાલનપુર નગરપાલિકા પર પોલીસની હાજરીમાં ઝૂંપડાઓ પાડતા કર્યો પથ્થરમારો
Advertisement

Palanpur Demolition: રાજ્ય સરકાર વિકસિત ભારત (Viksit Bharat) ના કાર્યો અંતર્ગત દબાણને લઈ સખત વલણ અપનાવામાં આવ્યું છે. તેથી રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા દબાણો (Demolition) દૂર કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સરકારી ટીમનો સ્થાનિકો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

  • પાલનપુરમાં ગેરકાયદેસર ઝૂંપડાઓ હટાડવામાં આવ્યા
  • 30 જેટલા પાલિકાએ ઝૂંપડાઓ પાડ્યા
  • પાલિકાની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો

ત્યારે આજરોજ પાલનપુર (Palanpur) શહેરમાં નગરપાલિકા (Municipality) દ્વારા દબાણ (Demolition) દૂર કરવાના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. નગરપાલિકા (Municipality) દ્વારા પાલનપુરના (Palanpur) રેલવે ટ્રેક પાસે દબાણો (Demolition) હટાડવા માટે ટીમ કાર્યરત કરવામાં આવી હતી. સરકારી ચોપડે આ વિસ્તારમાં સ્થાપિત થયેલા ઝૂંપડધારકો ગેરકાયદેસર રીતે વસવાહટ કરી રહ્યા છે. આ દબાણ (Demolition) ને કારણે રેલવે ટ્રેકથી લક્ષ્મીપુરા જતો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

Advertisement

Advertisement

30 જેટલા પાલિકાએ ઝૂંપડાઓ પાડ્યા

ત્યારે નગરપાલિકા (Municipality) એ રેલવે ટ્રેક પાસે આવેલા વિસ્તારમાં JCB દ્વારા દબાણો (Demolition) દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરીમાં 30 જેટલા ઝૂંપડાઓ તો પાડી દેવામાં આવ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો અને નગરપાલિકા (Municipality) વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પરંતુ આ જોતાની સાથે બાકીના ઝુંપડધારકો દ્વારા પાલિકાની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી

તે ઉપરાંત સ્થાનિકોએ પાલિકાની ટીમ અને Police ની ટીમને અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા. ત્યારે હાલામાં, સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ ટીમ દ્વારા જે લોકોએ નગરપાલિકા (Municipality) ની ટીમ પર પથ્થરમારો કર્યો હશે, તેની સામે કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.

આ પણ વાંચો: Rajkot Rape Case: જસદણ તાલુકામાં હૃદય કંપાવતી ઘટના, સગીર ભાઈએ જ આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: Students Awareness: વિદ્યાર્થીનીઓ જીવના જોખમે છકડામાં મુસાફરી કરી શાળાએ જવા મજબૂર

આ પણ વાંચો:Dhrangadhra Bank Crime: બેંકના મેનેજરે કંપનીના માલિક સાથે મળી આટલા લાખની કરી ઉચાપત

Tags :
Advertisement

.

×