Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi આજે ગુજરાતના પ્રવાસે,વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્ઘાટન

PM Modi : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (Vibrant Gujarat Summit) અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi )આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ગુજરાત આવી પહોંચશે. વડાપ્રધાન આજે રાત્રી રોકાણ રાજભવનમાં કરશે. વાયબ્રન્ટ ગુજરાત...
pm modi આજે ગુજરાતના પ્રવાસે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્ઘાટન
Advertisement

PM Modi : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (Vibrant Gujarat Summit) અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi )આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ગુજરાત આવી પહોંચશે. વડાપ્રધાન આજે રાત્રી રોકાણ રાજભવનમાં કરશે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ખુલ્લુ મુકશે

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, PM Modiઆજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને (Vibrant Gujarat Summit) ખુલ્લુ મુકશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. PM Modi  વાયબ્રન્ટ સમિટમાં હાજર રહેનાર રાષ્ટ્રના પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે.

Advertisement

એરપોર્ટથી આશ્રમ સુધી ભવ્ય રોડ શો

PM Modi આજે એક રોડ શો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં યુએઈના પ્રેસિડેન્ટ પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનનો આ ભવ્ય રોડ શો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ થી સાબરમતી આશ્રમ સુધીનો રહેશે. વડાપ્રધાન અને યુએઈના પ્રેસિડેન્ટનો આ ભવ્ય રોડ શો 7.5 કિલોમીટર લાંબો હશે.

એરપોર્ટ પર સ્વાગત કરાશે

વાયબ્રન્ટ ગુજરાત 2024ને લઈને અમદાવાદના એરપોર્ટ પર તૈયારીઓ તેજ થઈ ગઈ છે. વાયબ્રન્ટ સમિટને કારણે અમદાવાદ એરપોર્ટ વિશેષ ચાર્ટડ પ્લેનથી ધમધમતુ રહેશે. ગુજરાત સરાકરે 3 દિવસ માટે ચાર્ટડ પ્લેનનું કરાવ્યું એડવાન્સ બુકીંગ કરાવી લીધું છે. વાયબ્રન્ટમાં આવનાર અતિથિઓ માટે ખાસ ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતની ઝાંખી કરાવાશે અને ગુજરાતની અસ્મિતાની ઝલક બતાવીને અતિથિઓનું સ્વાગત કરાશે.

રસ્તાઓ પર રંગરોગાન કરાયું

અમદાવાદ એરપોર્ટ જવાના રસ્તાઓ ઉપર રંગરોગાન, બેનર, પોસ્ટર, સહિતની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વાયબ્રન્ટની તૈયારીને લઈને અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીના તમામ રસ્તાઓ પર બેરીકેટસ લગાવી દેવાયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમીટને લઈને એરપોર્ટ ઓર્થોરિટીમાં બેઠકમાં દોર શરૂ થઈ ગયો છે. અન્ય ફ્લાઇટની વ્યવસ્થા ખોરવાય નહીં તેવા પ્રકારની વ્યવસ્થા એરપોર્ટ પર કરવામાં આવશે.

આ પણ વાંચો - Harsh Sanghvi Birthday : યુવાશક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે…. હર્ષ સંઘવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×