Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udaipur: રાજ્યમાં પોલીસના ઘરો અસુરક્ષિત, તો... સામાન્ય નાગરિકનું શું થશે ?        

અહેવાલ: તૌફિક શેખ છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી ચોરોએ હાથ સાફ કર્યા છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ત્યારે જિલ્લાના ખુંટાલીયા પોલીસ સ્ટેશન વિસ્તામાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલ ક્વોટર્સમાંથી ઘરફોડ ચોરીનો બનાવ બન્યો...
chhota udaipur  રાજ્યમાં પોલીસના ઘરો અસુરક્ષિત  તો    સામાન્ય નાગરિકનું શું થશે          
Advertisement

અહેવાલ: તૌફિક શેખ

છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી ચોરોએ હાથ સાફ કર્યા

Advertisement

છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ત્યારે જિલ્લાના ખુંટાલીયા પોલીસ સ્ટેશન વિસ્તામાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલ ક્વોટર્સમાંથી ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીમાં તસ્કરો દ્વારા સોના-ચાંદીના દાગીના, અન્ય કિંમતી વસ્તુઓ અને ઘરમાં હાજર રોકડની ચોરી કરી હતી. આ સમગ્ર માલસામાન આશરે 77 હજાર 150 રૂપિયાનો હતો.

Advertisement

છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ ગણતરીના કલાકોમાં તસ્કરોને ઝડપી પાડ્યા 

ત્યારે છોડા ઉદેપુરના એલ. સી. બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ પોલીસ ક્વોટર્સની આસપાસ પેટ્રોલિંગ કરતાં હતાં. ત્યારે તેમને માહિતી મળી હતી કે ખુંટાલીયા પોલીસ ક્વાટર્સમાંથી કરેલ ચોરીના આરોપીઓ બોલેરો કારમાં બેસીને અલીરાજપુર મુદ્દામાલને વેચવા માટે નિકળા હતાં. ત્યાર બાદ પોલીસ દ્વારા બોલેરો કારને રોકીને તેમાં હાજર ઈસમોની પૂછપરછ કરવામાં આવી હતી.

તે દરમિયના તેમની પાસેથી ઘરફોડ ચોરીમાંથી ચોરી થયેલ તમામ માલસામાન મળી આવ્યો હતો. આ તમામ આરોપીઓની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) ડી મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી અર્થૅ છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

પરંતુ જ્યારે તેમની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેમણે કબૂલાત કરી હતી પંચમહાલ જિલ્લામાં પણ અનેક ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. તેથી છોટા ઉદેપુર પોલીસ દ્વારા ઓરોપીઓએ આપેલ માહિતી અનુસાર આગળ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: AHMEDABAD: બુટલેગર દારૂ ભરેલી કાર મૂકીને ફરાર થયો

Tags :
Advertisement

.

×