Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

surat : રાહુલ ગાંધીએ ભાજપની તુલના ગોડસેથી કરી, જવાબમાં હર્ષ સંઘવીએ ગાંધીબાપુના શબ્દોમાં સંભળાવ્યું

અહેવાલ _આનંદ પટણી-સુરત આજે સમગ્ર દેશમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે સુરત શહેરમાં પણ ગાંધીજીને સૂતરની આંટી પહેરાવીને બાપૂને વંદન કરવામાં આવ્યા હતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે ગાંધી જયંતિ નિમિત્તે બાપૂને વંદન  કર્યા અને ગાંધીના બાપુની પ્રતિમાંને...
surat   રાહુલ ગાંધીએ ભાજપની તુલના ગોડસેથી કરી  જવાબમાં હર્ષ સંઘવીએ ગાંધીબાપુના શબ્દોમાં સંભળાવ્યું
Advertisement

અહેવાલ _આનંદ પટણી-સુરત

આજે સમગ્ર દેશમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે સુરત શહેરમાં પણ ગાંધીજીને સૂતરની આંટી પહેરાવીને બાપૂને વંદન કરવામાં આવ્યા હતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે ગાંધી જયંતિ નિમિત્તે બાપૂને વંદન  કર્યા અને ગાંધીના બાપુની પ્રતિમાંને શ્રદ્ધાંજલિ આપી હતી.

Advertisement

Advertisement

આજે સમગ્ર વિશ્વભરમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં અનેક જગ્યાે બાપૂને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ચોકબજાર ખાતે આવેલી ગાંધી પ્રતિમા પાસે જઈ બાપૂને શ્રદ્ધાંજલી આપવામાં આવી હીતી. સૂતરની આંટી પહેરાવીને તેમણે બાપૂને શ્રદ્ધાંજલી આપી હતી. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગાંધી જયંતિના અવસરે બાપૂના ચરણોમાં વદંન કરીને સુરત અને ગુજરાતની સુરક્ષા શાંતિ સલામતી અને તેમના વિચારો આ તમામ વિષયો ઝડપથી આગળ વધતા રહે તેવી પ્રાર્થના કરી છે

આઝાદીની ચળવળથી સુરત અને બાપૂ વચ્ચે અનોખો નાતો રહ્યો છે... બાપૂ આઝાદીની ચળવળ વખતે 42 વખત અલગ અલગ સભાઓ કરવા માટે સુરત આવ્યા છે.. બાપૂએ સુરતની ધરતી પરથી દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહની ચળવળમાં સુરતના લોકોએ જેવી રીતે સુરતના લોકોએ ભૂમિકા ભજવેલી તે આજે પણ મારા જેવા યુવાનોને પ્રેરણા પુરી પાડે છે... બાપૂ જાણતા હતા કે લોકો જાગૃતિથી દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં ખાદી માટે જે પ્રકારે ચળવળ ચલાવી હતી. તેથી આજે પણ અનેક અંશો બાપૂની વિચારધારા જીવિત મળે છે. મોટી સંખ્યામાં લોકો આજે પણ એ વિચારધારાને ફોલો કરી રહ્યા છે..

બાપૂએ સુરતની સભામાં કહ્યું હતું કે, લોકોે પોતાના વિચારો નીડરતાથી મૂક્યા હતા.. એમના દેશભક્તિના વિચારો દેશ સુધી પહોંચે તે માટે કામગીરી કરવી છે.. કેટલાંક વિષયો આજે પણ લોકોને પ્રેરણા આપે છે... બાપૂનિ જન્મ જયંતિ નિમિત્તે આ વર્ષે દેશમાં એક નવો ઈતિહાસ રચાયો છે. સ્વચ્છ ભારત મિશનમાં હજારો લાખો લોકોએ શ્રમદાનમાં લોકોએ પોતાનું યોગદાન આપ્યું. પ્રધાનમંત્રીએ દેશમાં ખાદીને વેગ મળે તે માટે પ્રધાનમંત્રી દ્વારા ખાદીને પ્રોત્સાહિત કરવામાં આવી છે. જેથી ખાદીના વેચાણમાં છેલ્લા 10 વર્ષમાં બમણો વધારો થયો છે.

આ ઉપરાંત રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે જ્યારે હર્ષ સંઘવીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર ગાંધીજીનું ભજન ગાઈ કટાક્ષ કર્યો હતો.,... તેમણે રધુપતિ રાધવ રાજા રામ સબકો સંમતિ દે ભગવાન.... ભજન ગાઈ ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

આ  પણ વાંચો' -BANASKANTHA : પાલનપુર ઉમીયા નર્સીંગ કોલેજ ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

.

×