Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot GameZone fire : એક વર્ષ પહેલા કાર્યવાહી થઈ હોત તો સર્જાયો જ ન હોત અગ્નિકાંડ!

રાજકોટ અગ્નિકાંડ (Rajkot GameZone fire) મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગત વર્ષે 8 જૂને જ ગેમઝોનને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી. પરંતુ, કોઈ કાર્યવાહી થઈ નહોતી. ત્યારે સવાલ થઈ રહ્યા છે રાજકોટ મનપાના ટીપીઓ એમ.ડી.સાગઠિયાનું (TPO MD Sagathia)...
rajkot gamezone fire   એક વર્ષ પહેલા કાર્યવાહી થઈ હોત તો સર્જાયો જ ન હોત અગ્નિકાંડ
Advertisement

રાજકોટ અગ્નિકાંડ (Rajkot GameZone fire) મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગત વર્ષે 8 જૂને જ ગેમઝોનને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી. પરંતુ, કોઈ કાર્યવાહી થઈ નહોતી. ત્યારે સવાલ થઈ રહ્યા છે રાજકોટ મનપાના ટીપીઓ એમ.ડી.સાગઠિયાનું (TPO MD Sagathia) સેટિંગ હતું ? કે પછી રાજકોટના જ કોઈ ખરડાયેલા નેતાનું દબાણ હતું ? જો એક વર્ષ પહેલા નોટિસ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થઈ હોત તો આ ગોઝારો અગ્નિકાંડ બન્યો ન હોત અને પરિવારજનોએ પોતાના વહાલસોયાને ગુમાવ્યા ન હોત.

એક વર્ષ પહેલા જ ગેમઝોન તોડી પાડવા અપાઈ હતી નોટિસ

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone fire) સતત નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ ગેમઝોનને લઈ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, એક વર્ષ પહેલા એટલે કે 8 જૂન, 2023 ના રોજ ગેમઝોનને તોડી પાડવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. ગેમઝોનમાં અનિયમિતતાને લઈ આ નોટિસ પાઠવવામાં આવી હતી એવી માહિતી સામે આવી છે. પરંતુ, નોટિસ બાદ પણ ગેમઝોન વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નહોતી અને ગેમઝોન ધમધમતું હતું. જો કાર્યવાહી થઈ હોત તો ગેમઝોન જ ન હોત અને આ હચમચાવે એવી ઘટના પણ સર્જાઈ ના હોત. સૌથી મહત્ત્વની વાત કે 33 લોકો આજે જીવતા હોત.

Advertisement

tpo સાગઠિયાની પૂછપરછમાં સામે આવી શકે છે હકીકત

જે તે સમયે કાર્યવાહી કયાં કારણોસર કરવામાં આવી નથી તે જાણી શકાયું નથી. પરંતુ, નોટિસની હકીકત સામે આવતા સવાલ થઈ રહ્યા છે કે આમાં રાજકોટ મનપાના ટીપીઓ md સાગઠિયાનું (TPO MD Sagathia) સેટિંગ હતું ? કે પછી રાજકોટના જ કોઈ ખરડાયેલા નેતાનું દબાણ હતું ? કોના સહિયારા પાપે રાજકોટ (Rajkot) પર આવડું મોટું કલંક લાગ્યું છે ? હવે તો ક્રાઈમબ્રાન્ચ દ્વારા tpo મનોજ સાગઠિયાની પૂછપરછમાં જ મોટો ઘટસ્ફોટ થઈ શકે છે એવી ચર્ચા છે.

Advertisement

આ પણ વાંચો - rajkot game zone fire : અગ્નિકાંડના 5 દિવસ બાદ પહેલીવાર પરશોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

આ પણ વાંચો - Rajkot Tragedy : રૂ. 75 હજારના પગારદાર પાસે છે એટલી સંપત્તિ કે જાણી આંખો ફાટી જશે!

આ પણ વાંચો - Rajkot Tragedy : BJP નેતાઓને પીડિતોના ન્યાયની નહીં ઉજવણીની પડી છે ? કરી વાહીયાત જાહેરાત!

Tags :
Advertisement

.

×