Rajkot News: Rajkot માં ચતુર્થ ઓસમ આરોહણ-અવરોહણ competition નું થયું આયોજન
અહેવાલ રહિમ લખાણી
Rajkot competition: Rajkot માં ચતુર્થ ઓસમ આરોહણ-અવરોહણ competition નો ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા દ્વારા ઓસમ ડુંગર તળેટી, પાટણવાવથી ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. આ competition માં ભાઈઓ અને બહેનો મળીને ૩૦૦ સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ખેલદિલી સાથે ભાગ લીધો હતો.
વિજેતાઓની યાદી
આ ઓસમ આરોહણ competition માં ભાઈઓમાં ૧૦.૦૮ મિનિટ સાથે પિયુષ બારૈયા પ્રથમ ક્રમાંકે, દ્વિતીય ક્રમાંકે ૧૦.૧૯ મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રમાંકે ૧૦.૨૧ મિનિટ સાથે વિહાર મારવાણિયા વિજેતા થયા હતાં. તેમજ બહેનોમાં ૧૨.૩૭ મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે ટીશા બાવળીયા, દ્વિતીય ક્રમાંકે ૧૨.૫૦ મિનિટ સાથે રવિના લાઠીયા અને તૃતીય ક્રમાંકે ૧૨.૫૫ મિનિટ સાથે શિલ્પા બારૈયા વિજેતા થયા હતા.
competition માં ભાગ લેનાર ખેલાડીઓની યાદી
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ ભાગ લીધેલા સ્પર્ધકોને પ્રોત્સાહન આપી વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ competition માં ગુજરાતમાંથી રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર એમ કુલ ૮ જિલ્લામાંથી ૧૪ થી ૧૮ વર્ષના ૧૭૩ ભાઈઓ તથા ૧૨૭ બહેનો સહિત ૩૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોએ ઓસમ ડુંગર ઉપર આવેલાં માત્રી માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ પરત પહોંચવાનું હતું.
વિજેતા ખેલાડીઓને આપવામાં આવેલ ઈનામોની યાદી
આ competition માં રાજ્ય સરકાર દ્વારા પ્રથમ નંબરે વિજેતા થયેલ ખેલાડીને રૂ. ૨૫૦૦૦ દ્વિતિય નંબરને રૂ.૨૦,૦૦૦ તૃતિય નંબરને રૂ. ૧૫,૦૦૦ એમ કુલ મળી ૧ થી ૧૦ નંબર સુધી વિજેતા થયેલ ખેલાડીઓને કુલ રૂ.૨,૩૪,૦૦૦ ના રોકડ ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી કરવામાં આવી હતી. આ વિજેતા ખેલાડીઓ આગામી તા.૦૭.૦૧.૨૦૨૪ ના રોજ યોજાનારી ગીરનાર આરોહણ-અવરોહણ competition માં સીધો ભાગ લઈ શકશે.
કાર્યક્રમના સંસ્થાપક વિશે
જો કે ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં પર્વતારોહકને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૯થી ઓસમ આરોહણ - અવરોહણ competition નું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો: Godhra News : ગૃહમંત્રીએ પોલીસ કર્મીઓના રહેણાંકનું લોકાર્પણ કર્યું


