Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : કરોડોના ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ એક ઝડપાયો, મોટા માથાઓની સંડોવણી! તપાસ ધીમી હોવાનો આરોપ

રાજકોટમાં (Rajkot) કરોડો રૂપિયાના ઓનલાઇન ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટો ખુલાસો થયો છે. આ સટ્ટાકાંડમાં (Cricket Betting Scandal) ધીમી તપાસના આરોપ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક શખ્સ પોપટ બંધુની ધરપકડ કરી છે. સટ્ટાકાંડમાં મુખ્ય ત્રણમાંથી બે આરોપી ઝડપાયા છે, જ્યારે આરોપી તેજસ...
rajkot   કરોડોના ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ એક ઝડપાયો  મોટા માથાઓની સંડોવણી  તપાસ ધીમી હોવાનો આરોપ
Advertisement

રાજકોટમાં (Rajkot) કરોડો રૂપિયાના ઓનલાઇન ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટો ખુલાસો થયો છે. આ સટ્ટાકાંડમાં (Cricket Betting Scandal) ધીમી તપાસના આરોપ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક શખ્સ પોપટ બંધુની ધરપકડ કરી છે. સટ્ટાકાંડમાં મુખ્ય ત્રણમાંથી બે આરોપી ઝડપાયા છે, જ્યારે આરોપી તેજસ રાજદેવ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સટ્ટાકાંડમાં મોટામાથાઓની સંડોવણી હોવા છતાં તપાસ ધીમી ચાલી રહી હોવાના આરોપ લાગી રહ્યા છે.

રાજકોટમાં (Rajkot) કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટાકાંડમાં (Cricket Betting Scandal) વધુ એક શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચે પોપટ બંધુ (Papat Bandhu) નામના શખ્સની ધરપકડ કરી છે. સટ્ટાકાંડમાં ત્રણમાંથી બે મુખ્ય આરોપી ઝડપાયા છે જ્યારે મુખ્ય આરોપી તેજસ રાજદેવ (Tejas Rajdev) હજુ પણ ફરાર છે. અગાઉ આરોપી ભાવેશ ખખરની ધરપકડ કરવામાં આવી હતી. આ સટ્ટાકાંડની તપાસમાં ગોવાના ચંદ્રેશનું પણ નામ ખુલતા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, દરોડા દરમિયાન 28 જુગારીઓના નામ ખુલ્યાં હતાં. જો કે, આરોપી તેજસ રાજદેવ પોલીસ પકડથી દૂર થતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. સાથે જ પોલીસ તપાસ પર સવાલ પણ ઊઠી રહ્યા છે.

Advertisement

આ સટ્ટાકાંડમાં તેજસની આંગડિયા પેઢીમાં તપાસ ક્યારે કરાશે? શા માટે રાજકોટ પોલીસ તેજસ રાજદેવની નથી કરતી ધરપકડ? શું રાજકોટ પોલીસ અને તેજસ રાજદેવ વચ્ચે મીલિભગત છે ? એવા કેટલાક સવાલોએ જોર પકડ્યું છે. સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ સટ્ટાકાંડની તપાસમાં કેટલાક મોટા બુકીઓ અને રાજકીય નામો પણ બહાર આવે તેવી વકી છે. જણાવી દઈએ કે, અગાઉની તપાસમાં ખુલાસો થયો હતો કે, આ સટ્ટાકાંડમાં ઓનલાઇન એપ ક્રિકેટ આઇડીમાં ઉપયોગમાં લેવાતા સર્વર અમેરિકા (US) થી મળી આવ્યા છે. એપ્લિકેશન ચેરિટી બેટ (Charity Bet) અને મેજિક એક્સચેન્જના (Magic Exchange) સર્વર યુએસમાંથી મળી આવ્યા હતા અને બંનેના હોસ્ટ યુએસમાં હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે મુખ્ય આરોપી હાલ પણ પોલીસ પકડથી દૂર છે.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 3,938 મકાનોનું લોકાર્પણ, PM મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે

Tags :
Advertisement

.

×