Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ranip : રાણીપમાં અમિત શાહ, કહ્યું- 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે મોટું કામ..!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હાલ ગુજરાતના પ્રવાસે છે. દિવસભરના કાર્યક્રમો બાદ સાંજે તેમણે રાણીપ (Ranip) ખાતેના રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વમાં...
ranip   રાણીપમાં અમિત શાહ  કહ્યું  500 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે મોટું કામ
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હાલ ગુજરાતના પ્રવાસે છે. દિવસભરના કાર્યક્રમો બાદ સાંજે તેમણે રાણીપ (Ranip) ખાતેના રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વમાં ભારત દેશે ખૂબ પ્રગતિ કરી છે. 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે મોટું કામ પીએમ મોદી દ્વારા કાલે પૂરું થયું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસવાળાએ મને જેલમાં પૂર્યો હતો, જો કે, હું દિલ્હી રહ્યો ત્યારથી કોંગ્રેસ દેખાઈ નથી.

રાણીપમાં અમિત શાહ

Advertisement

પીએમ મોદીના નેતૃત્વમાં દેશે પ્રગતિ કરી

રાણીપમાં (Ranip) યોજાયેલ રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં અમિત શાહે ( Amit Shah) આજે હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, જ્યારથી ચૂંટણી લડ્યા તેટલીવાર આ રાણીપના મંદિર આગળથી મેં શરૂઆત કરી હતી. રાણીપનું આ મંદિર અદભુત બનાવ્યું છે. તેમણે કહ્યું કે, 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે મોટું કામ પીએમ મોદી દ્વારા કાલે પૂરું થયું. બાબર વખતે જે હૃદય પર ઘા લાગ્યો હતો તેને ટાંકા મારી દે એવું આ કામ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે ખૂબ પ્રગતિ કરી છે. પછી ભલે તે સુરક્ષા, આંતરિક સુરક્ષા, જી20 (G20), ચંદ્રયાન મિશનનું (Chandrayaan) કામ હોય. તેમણે કહ્યું કે, 'સોને કી ચીડિયા' નામ હતું તે નરેન્દ્રભાઈ એ 10 વર્ષમાં તેનો પાયો નાખ્યો છે.

Advertisement

કોંગ્રેસ વાળા એ મને જેલમાં પૂર્યો હતો : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, કોંગ્રેસ (Congress) વાળા એ મને જેલમાં પૂર્યો હતો પરંતુ, હું દિલ્હી જ રહ્યો ત્યારથી કોંગ્રેસ દેખાઈ નથી. તેમણે કહ્યું કે, બીજેપી સરકાર દરમિયાન સોમનાથ મંદિર, સોનાનું બનાવવાની શરૂઆત કરાઈ, બદ્રીધામ અને કેદારધામનું કામ પણ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, કોરોનામાં ભારતનું શું થશે ? એવું લોકો વિચારતા હતા. પરંતુ આપડે એવું કામ કર્યું કે વિશ્વના અન્ય દેશો પણ જોતા રહ્યા. રાણીપના (Ranip) આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Swagat : ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ નો સમય બદલાયો, જાણો નવો સમય અને તારીખ

Tags :
Advertisement

.

×