Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat Crime: કડોદરા બાળકના અપહરણ બાદ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો,પોલીસે ઉત્તરપ્રદેશથી આરોપીને દબોચ્યો

અહેવાલ-ઉદય જાદવ ,સુરત  સુરતના કડોદરામાંથી ૧૨ વર્ષીય બાળકનું અપહરણ કરી તેની હત્યા કરવાના ચકચારી બનાવ બન્યો હતો, આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કામે લાગી હતી દરમ્યાન આ ગુનામાં મુખ્ય સુત્રધારને ઉતર પ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો છે  ...
surat crime  કડોદરા બાળકના અપહરણ બાદ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો પોલીસે ઉત્તરપ્રદેશથી આરોપીને દબોચ્યો

અહેવાલ-ઉદય જાદવ ,સુરત 

Advertisement

સુરતના કડોદરામાંથી ૧૨ વર્ષીય બાળકનું અપહરણ કરી તેની હત્યા કરવાના ચકચારી બનાવ બન્યો હતો, આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કામે લાગી હતી દરમ્યાન આ ગુનામાં મુખ્ય સુત્રધારને ઉતર પ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો છે

Advertisement

૧૨ વર્ષીય બાળકનું અપહરણ અને  હત્યાનો  મામલો 

સુરતના કડોદરા વિસ્તારમાંથી ગત 8  સપ્ટેમ્બરના રોજ 12 વર્ષીય અમરેન્દ્ર ઉર્ફે શિવમ સુધીરકુમાર મહંતો ટ્યુશનેથી ઘરે આવી રહ્યો હતો આ દરમ્યાન તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, દીકરો ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો તો બીજી તરફ અપહરણકારોએ તેના પિતાને ફોન કરીને ૧૫ લાખ રુપિયાની ખંડણી માંગી હતી, આ મામલે કડોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો, દરમ્યાન બે દિવસ બાદ બાળકનો મૃતદેહ કામરેજ ના ઉંભેળ ગામ ની સિમ માં અવાવરું ઝાડી ઝાંખરા માંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, આ ઘટનાની રેંજ આઈજી વી.ચંદ્રશેખરે ગંભીરતાથી નોંધ લીધી હતી અને કડોદરા પી,આઈને સસ્પેન્ડ પણ કર્યા હતા તો બીજી તરફ આ બનાવમાં ફરાર તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો

Advertisement

પોલીસે બિહારથી  મુખ્ય સુત્રધારની  કરી  ધરપકડ

આ ગુનામાં સૌ પ્રથમ પોલીસે આરોપી ઉમંગ વિજયભાઈ ગોહીલ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય આરોપીઓ બિહાર અને ઉતર પ્રદેશ નાસી ગયા હોય તેઓને ઝડપી પાડવા માટે ટીમ રવાના કરવામાં આવી હતી દરમ્યાન ગતરોજ બિહાર રાજ્યના છપરા જિલ્લાથી ગામેથી મુખ્ય સુત્રધાર ગૌતમ ઉર્ફે મોનુ શ્રીરામ યાદવ તથા બે સગીરોને ઝડપી પાડ્યા હતા જયારે આજે આ ગુનાનો બીજો મુખ્ય સુત્રધાર વિનાયક ઉર્ફે સોનુ શ્રીરામ યાદવ ને પણ આજે ઝડપી લેવામાં આવ્યો છે, ઉતરપ્રદેશના દેવરિયા જિલ્લાના ડબૌલીગામેથી ઉતર પ્રદેશ એસટીએફ ફોર્સની મદદથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, આરોપીને ત્યાંથી સુરત લાવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે

રીઢા ગુનેગાર સોનું અને તેના ભાઈ મોનુ યાદવે સ્થાનિક વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે ટેલર પાસે તેનું બાઈક માંગ્યું હતું જે બાઈક આપવાની ના કહેતા બંને ભાઈઓએ તેના સાગરીતો સાથે મળીને બાઈક સળગાવી દીધું હતું, આ અંગે બાઈક માલિકે ડરના માર્યા ફરિયાદ કરી ન હતી પરંતુ આ મામલે બાઈક માલિકે ફરિયાદ આપતા પોલીસે વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ  પણ  વાંચો -GONDAL :ગુંદાળા રોડ પર બાઈક અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત ,7 માસના બાળકનું મોત

Tags :
Advertisement

.