Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : DDO એ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો

અહેવાલ-સાબીર ભાભોર -દાહોદ ખાનગી શાળાઓમાં પોતાના બાળકને ભણાવવા માટેની હોડ વચ્ચે દાહોદના ડીડીઓ ઉત્સવ ગૌતમએ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી આંગણવાડીનો લાભ લેવા અપીલ કરી. સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે કર્મચારી...
dahod     ddo એ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો
Advertisement

અહેવાલ-સાબીર ભાભોર -દાહોદ

ખાનગી શાળાઓમાં પોતાના બાળકને ભણાવવા માટેની હોડ વચ્ચે દાહોદના ડીડીઓ ઉત્સવ ગૌતમએ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી આંગણવાડીનો લાભ લેવા અપીલ કરી.

Advertisement

Image preview

Advertisement

સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ફરી ખાનગી શાળા ઓ અથવા પ્લે સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે પરંતુ દાહોદના ડીડીઓ ઉત્સવ ગૌતમ એ પોતાના દીકરા માધવન ને આજે દાહોદ ની છાપરી સ્થિત 6 નંબર ની આંગણવાડી માં પ્રવેશ અપાવ્યો હતો પોતાની ઓફિસ જતાં પહેલા ડીડીઓ બાળક ને લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોચ્યા હતાImage preview

જ્યાં આંગણવાડી વર્કર દ્રારા બાળક ને કુમકુમ તિલક કરી આવકાર આપ્યો હતો ડીડીઓ ઉત્સવ ગૌતમ નું કહેવું છે સરકાર દ્રારા આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક શાળા ઓ માં સારુ શિક્ષણ મળે તે માટે નું આયોજન કરવામાં આવ્યુ છે અને દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકો ને રમત ગમત અને શિક્ષણ ની સાથે પૌષ્ટીક આહાર ની પણ સગવડ સરકાર દ્રારા કરવામાં આવી છે

Image preview

ડીડીઓ ઉત્સવ ગૌતમએ દરેક નાગરિકે સરકારી આંગણવાડી કે સરકારી શાળાનો લાભ લેવો જોઈએ એકબીજાની દેખાદેખીમાં ખાનગી શાળાઓ તરફ દોટ મુક્તા વાલીઓને ડીડીઓ ઉત્સવ ગૌતમ એ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી લાભ લેવા માટે પણ આપી કરી હતી

આ પણ વાંચો-અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જવા દીધો તે એજન્ટ માનવ તસ્કરીનો માફિયા હતો

Tags :
Advertisement

.

×