Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand ; દીપોત્સવીના પાવન પર્વે આણંદ અક્ષરફાર્મમાં દિવ્ય માહોલમાં ચોપડા પૂજન કાર્યક્રમ યોજાયો

અહેવાલ-યશદીપ ગઢવી-આણંદ  વિક્રમ સંવત ૨૦૭૯ના દીપોત્સવીના પાવન પર્વે આણંદ અક્ષરફાર્મમાં તા.૧૨/૧૧/૨૩ના સાંજે ૫ થી ૭ દરમિયાન શ્રી અક્ષર પુરુષોત્તમ મહાપૂજા વિધિ સાથે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામી સાથે સૌ હરિભક્તો પૂજન વિધિમાં જોડાયા હતા....
anand   દીપોત્સવીના પાવન પર્વે આણંદ અક્ષરફાર્મમાં દિવ્ય માહોલમાં ચોપડા પૂજન કાર્યક્રમ યોજાયો
Advertisement

અહેવાલ-યશદીપ ગઢવી-આણંદ 

વિક્રમ સંવત ૨૦૭૯ના દીપોત્સવીના પાવન પર્વે આણંદ અક્ષરફાર્મમાં તા.૧૨/૧૧/૨૩ના સાંજે ૫ થી ૭ દરમિયાન શ્રી અક્ષર પુરુષોત્તમ મહાપૂજા વિધિ સાથે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામી સાથે સૌ હરિભક્તો પૂજન વિધિમાં જોડાયા હતા.

Advertisement

Advertisement

વિદ્વાન પુરોહિત કનુભાઈ શાસ્ત્રીએ વેદોક્ત વિધિ પૂર્વક વૈદિક મંત્રોચ્ચાર સાથે સમૂહ મહાપૂજા વિધિમાં સૌને જોડ્યા હતા. અક્ષરફાર્મની હરિયાળી ભૂમિ પર યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ લાઈટોથી શોભતા વૃક્ષો, સ્વર અને પ્રકાશના સંયોજન સાથેનું સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું હતું. વિશેષમાં કાર્યક્રમના અંતે "સહજ આનંદ" મ્યુઝીક અને ફાયર શો ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગુરુવર્યો બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે વિશેષ કરીને ચોપડા પૂજન કાર્યક્રમને પ્રત્યેક મંદિરોમાં વ્યાપક બનાવ્યો છે.

Image preview

આજે અક્ષર મંદિર ગોંડલ ખાતે પણ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ચોપડા પૂજન કરીને સૌને તન મન અને ધનથી સુખી થવાના શુભ આશીર્વાદ આપ્યા છે ત્યારે આણંદ ખાતે પણ સૌ હરિભક્તો ચોપડા પૂજનના કાર્યક્રમમાં સામેલ થઈને ધન્ય બન્યા છે. આ પ્રસંગે સૌની સુખાકારી માટે કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામીએ ઠાકોરજી સમક્ષ ખાસ પ્રાર્થના કરી તા.૧૩/૧૧/૨૩, સોમવારના રોજ આણંદ મંદિરે યોજાનાર ભવ્ય અન્નકૂટના દર્શને પધારવા સૌને આમંત્રિત કર્યા હતા.

આ  પણ  વાંચો -CMOનો નકલી ઑફિસર બનીને રોફ જમાવતો ઠગ વિરાજ પટેલ ફરાર, બે પોલીસ કર્મીને કરાયા સસ્પેન્ડ

Tags :
Advertisement

.

×