Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ મહિલાઓ માત્ર ઘરેણા પહેરવામા જ નહિ, પરંતુ ઘરેણા ઘડવામા પણ મોખરે

મહિલાઓ જ્વેલરી ઇન્ડસટ્રીમાં :  આમ તો ઘરેણા ભારતીય સ્ત્રીઓનુ આભુષણ છે, અને જેને ગમે છે પહેરવાનુ એજ બનાવે તો તેની બનાવટ અદભુત આકાર લે છે.આજ સૂત્રને ધ્યાને રાખી સુરતના ઉદ્યોગકારોએ મહિલાઓમાં કૌશલ્ય વિકસાવી જવેલરી ઈન્ડસ્ટ્રીને ઈમ્પ્રુવ કરવા અનોખો પ્રયાસ હાથ...
આ મહિલાઓ માત્ર ઘરેણા પહેરવામા જ નહિ  પરંતુ ઘરેણા ઘડવામા પણ મોખરે
Advertisement

મહિલાઓ જ્વેલરી ઇન્ડસટ્રીમાં :  આમ તો ઘરેણા ભારતીય સ્ત્રીઓનુ આભુષણ છે, અને જેને ગમે છે પહેરવાનુ એજ બનાવે તો તેની બનાવટ અદભુત આકાર લે છે.આજ સૂત્રને ધ્યાને રાખી સુરતના ઉદ્યોગકારોએ મહિલાઓમાં કૌશલ્ય વિકસાવી જવેલરી ઈન્ડસ્ટ્રીને ઈમ્પ્રુવ કરવા અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.

2027 સુધીમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં 50 ટકા મહિલાઓને રોજગારી આપવાની નેમ

Advertisement

જી હા મહિલાઓ ઘરેણાં પહેરવામાં જ નહીં, તેને ઘડવામાં પણ મોખરે છે.એક સર્વે પ્રમાણે દેશમાંથી ફક્ત 3.5 ટકા જવેલરી એક્સપોર્ટ થાય છે.જે માટે સ્કીલ સૌથી મોટી અને અઘરી ચેલેન્જ છે. વર્ષ 2027 સુધીમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં 50 ટકા મહિલાઓને રોજગારી આપવાની નેમ સુરતના એક જ્વેલરી ઇન્ડસટ્રી દ્વારા લેવામાં આવી છે.

Advertisement

સશક્ત મહિલાઓ

અહી મહિલાઓને અપાય છે ટ્રેનિંગ

આ અંગે જ્વેલરી ઇન્ડસટ્રીના મેનેજરે જણાવ્યું હતું કે, આ સંસ્થામાં જ્વેલરી સેક્ટરને ઊંચા સ્થળે લાવવા અને સાથે મહિલાઓને પગભર કરવા માટેના પ્રયાસ કરાય છે. ઓછું ભણેલી જેમ કે 7 ધોરણ અથવા 8 અને 9 માં ધોરણ નો અભિયાસ કરેલી દીકરી અથવા જરૂરિયાતમંદ મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અહી જ્વેલરી બનાવવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. અને ટ્રેનિંગ દરમિયાન તેમને મહેંતારું પણ આપવામાં આવે છે. જેનાથી મહિલા પગભર બને છે તો સાથે જ્વેલરીને પણ એક અદભુત આકાર અને અવનવી ડીઝાઇન પ્રાપ્ત થાય છે.

વિશ્વના ૯૦ ટકા હીરા સુરત શહેરમાં બને છે

વિશ્વના ૯૦ ટકા હીરા સુરત શહેરમાં બને છે. સુરતના કટ એન્ડ પોલિશ્ડ હીરાની વિશ્વભરમાં એક આગવી ઓળખ હોવા છતાં અહીંની જવેલરી ઇન્ડસ્ટ્રી હજી એક્સપોર્ટની બાબતમાં ખૂબ જ પાછળ છે. જેથી સુરતમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જરૂરિયાતમંદ મહિલાઓ સહિત વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારથી આવતી મહિલાઓને રોજગારી આપવામાં આવે છે.

આ અંગે એક મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે, આ સંસ્થામાં પરિવાર મળ્યો છે. સાથે જ પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરવા જ્વેલરી સેક્ટરે ખુબજ મદદ કરી છે. આજે મહિલા ધારે તે શીખી શકે છે, અને પગભર થઈ શકે છે. જેથી ઓછું ભણેલી મહિલા હોય કે હોશિયાર પોતાના પર વિશ્વાસ રાખી આ સંસ્થામાં એક વાર ટ્રેંનિંગ જરૂર લેવી જોઈએ.

ભારતમાંથી ફકત ૩.૫ ટકા જવેલરી એક્સપોર્ટ થાય છે

ભારતમાંથી ફકત ૩.૫ ટકા જવેલરી એક્સપોર્ટ થાય છે. જે ડબલ ડિજિટમાં લઈ જવા કૌશલ્ય અર્થાત સ્કીલ સૌથી મોટી ચેલેન્જ છે. વધુમાં અન્ય કર્મચારી મહિલાએ કહ્યું હતું કે, એક જગ્યાએ નોકરી શરૂ કર્યા બાદ વારંવાર બદલતી નહીં હોવાથી સપ્લાય ચેઈન ડિસ્ટર્બ થવાનો ડર રહેતો નથી. નોકરીના અન્ય સ્થળો કરતા જવેલરી ઇન્ડસ્ટ્રીમાં સારુ વાતાવરણ મળી રહેતા બારીકાઈથી અને સારી ક્વોલિટીના દાગીના બનાવવા કુશળતા હાંસલ કરી શકાય છે.

આપણા દેશમાં જવેલરી વેરાઈટીમાં માસ પ્રોડક્શન થાય છે. પરંતુ વેલ્યૂ એડિશન થતું નથી, અને લક્ઝરી જવેલરીની ક્વોલિટી તથા ડિઝાઈનમાં પાછળ રહીએ છે. આપણા કરતા ખૂબ નાના એવા સ્વીટ્ઝરલેન્ડ જેવા દેશો આ બાબતમાં આગળ રહે છે. જે માટે કૌશલ્યમાં સક્ષમતા ઓછી હોવાનું કારણ જવાબદાર છે. જેથી સુરતમાં કેટલાક જ્વેલરી ઉદ્યોગકારો એ મહિલાઓમાં કૌશલ્ય વિકસાવી જવેલરી ઈન્ડસ્ટ્રીને તેમને પગભર કરી આગળ ધપાવવા નિર્ણય લીધો છે.

મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને ટ્રેનિંગ આપી જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જોડવામાં આવી રહી

સુરત જવેલરી મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને ટ્રેનિંગ આપી જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જોડવામાં આવી રહી છે. બીજી બાજુ જવેલરી ઇન્ડસ્ટ્રીમાં નોકરી મેળવનારી મહિલાઓ સારો પગાર પણ મેળવી રહી છે. મહિલાઓ દ્વારા બનતી જવેલરીમાં સારું પરિણામ મળે છે. જેથી આ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ માટે વધુ તકો ઊભી કરવા પ્રયાસ થઈ રહ્યા છે. ડાયમંડ બેકિંગ, સેલ્સ, સીઆરએમ. કેટ ડિઝાઈનિંગ, ડાયમંડ સેટિંગ, થ્રીડી પ્રિન્ટિંગ, વેક્સિન જેવા અલગ અલગ વિભાગમાં ૫૦ ટકા મહિલા કર્મચારી નોકરી કરે છે.

સૌથી મહત્વની વાત એ છે કે, કેટલીક મહિલાઓ પરિવાર વતન,નર્મદા ડાંગ,આહવામાં રહે છે. ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે સાથે જ મર્યાદિત આવકને લીધે પરિવારનું ગુજરાન કરવું મુશ્કેલ બની જતા પોતે નોકરી કરવાનું નક્કી કરે છે. ત્યારે સુરતની જવેલરી ઇન્ડસ્ટ્રીમાં મળેલી તક પરિવાર માટે પણ મોટો આધાર સાબિત થઈ છે.

છેલ્લા સાત-આઠ વર્ષથી ફુલફ્લેશ શરૂ થયેલી જવેલરી ઈન્ડસ્ટ્રીમાં અનુભવી પુરુષ કામદારો ની અછત જોવા મળે છે.બીજી બાજુ તેઓ સ્ટેબલ હોવાથી ઉદ્યોગની સપ્લાય ચેઈન ડિસ્ટર્બ થવાનો ડર રહે છે.જેની સરખામણીએ મહિલાઓ ઘરેણા અર્થાત જવેલરી ને પહેલાથી પસંદ કરતી હોવાથી તેઓ વેલ્યૂ એડિશનનું કામ સારી રીતે કરી શકે છે.આવા ઉમદા હેતુસર સુરતમાં મહિલાઓને પગભર કરવા માટે જ્વેલરી ઉદ્યોગકારો એ બેડું ઉઠાવ્યું છે.

અહેવાલ - રાબિયા સાલેહ

આ પણ વાંચો -- રાજકોટ જિલ્લા કક્ષાનો “પી.એમ.જનમન” કાર્યક્રમ ગોંડલ ખાતે યોજાયો

Tags :
Advertisement

.

×